ઉત્તર પ્રદેશમાં પૂરની દહેશત

યમુના નદીમાં આવેલા ભારે પૂરને લીધે ઉત્તર રેલવેની 10 ટ્રેનોને હવે પછી આદેશ કરવામાં ના આવે ત્યાં સુધી બંધ કરવામાં આવી છે. જ્યારે અન્ય 26 ટ્રેનોના માર્ગ બદલવા પડ્યા છે.

ઉત્તર રેલવેના પ્રવક્તાએ આજે જણાવ્યું હતું કે, જુના યમુના પુલ પર યમુના નદી ખતરાની સપાટી કરતાં ઉપર વહી રહી છે. જેને પગલે પૂરની દહેશત છે તો બીજી બાજુ સુરક્ષાના પગલાં લેવાઇ રહ્યા છે. આ પુલ પર વાહનવ્યવહાર સંપૂણ પણ બંધ કરી દેવાયો છે.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ સ્થિતિને કારણે 26 ટ્રેનોના માર્ગ બદલી દેવાયા છે. જ્યારે અન્ય 27 ટ્રેનોને આગળના સ્ટેશનોએ જ રોકી દેવામાં આવી છે અને જ્યાં સુધી આગળનો આદેશ આપવામાં ના આવે ત્યાં સુધી આનું પાલન કરાશે.

ઉલ્લેખનિય છે કે, હરિયાણાના તાજેવાલામાંથી પાણી છોડવાને કારણે દિલ્હીમાં યમુનાની જળ સપાટીમાં પણ વધારો થયો છે અને જુના યમુના પુલ ઉપર ખતરાની ઘંટી વાગી રહી છે. ખતરાની જળસપાટી 204.83 મીટર કરતાં પણ પાણી ઉંચી સપાટીએ વહી રહ્યું છે. પૂરને કારણે રાજધાનીના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.

વેબદુનિયા પર વાંચો