આસારામના બચાવમાં આવ્યાં સિંઘલ

ભાષા

ગુરુવાર, 24 ડિસેમ્બર 2009 (10:41 IST)
વિશ્વ હિન્દૂ પરિષદ (વિહિપ) અધ્યક્ષ સિંઘલે ભારતીય જનતા પાર્ટી હાઈકમાનને અનુરોધ કર્યો છે કે, તે હિન્દૂ સમાજની ભાવનાઓનું સન્માન કરતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એ સૂચન આપે છે કે, તે આસારામ બાપૂ પર વગર તપાસ પડતાલે હત્યા કરવાના પ્રયત્નના આરોપને ત્વરિત પરત કરી દે.

સિંહલે આજે અહીં પત્રકારોને જણાવ્યું કે, બાપૂના અનુયાયી ભક્તોને ત્વરિત છોડવામાં આવે તથા આશ્રમને પાડવાના અપમાનજનક નિર્ણયને પરત લઈ લેવામાં આવે. તેમણે કહ્યું કે, બાપૂનસુરતમાં 25-26 અને 27 ડિસેમ્બરના રોજ યોજાનારો વાર્ષિકોત્સવ શાંતિથી સંપ્પન કરવા દેવામાં આવે.

આ પ્રસંગ પર મોજૂદ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીએ કહ્યું કે, દેશની મહાનતાને વધારવામાં સંતોનું મોટુ યોગદાન હોય છે જ્યારે તેમનું જ શોષણ થશે તો દેશનું ભવિષ્ય કાળની ગર્તામાં ખોવાઈ જશે.

વેબદુનિયા પર વાંચો