પાકિસ્તાનના મીડિયા બોર્ડને તેમા પણ ખરાબી જોવા મળી. પાકિસ્તાનની ઈલેક્ટ્રોનિક મીડિયા રેગુલેટરી અથોરિટી (પીઈએમઆરએ)એ તાજેતરમાં ટીવી અને રેડિયો ચેનલ્સને કંડોમની જાહેરાતો, કાંટ્રાસેપ્ટિવ અને બર્થકંટ્રોલ પ્રોડક્ટ્સ પર રોક લગાવવાનો આદેશ આપી દીધો છે.
આ રીતે એક વિવાદ શરૂ થયો જેમા આ પગલાનો વિરોધ અને સપોર્ટ જોરદાર રીતે કરવામાં આવ્યો. ઈલેક્ટ્રોનિક મીડિયા રેગુલેટરી અથોરિટીએ ફરીથી એક નોટિસ રજુ કરી કહ્યુ, "બંને પક્ષના તર્ક સાંભળ્યા પછી આ નિર્ણય પર સારી રીતે વિચાર વિમર્શ માટે મોકલવામાં આવે છે." જ્યા સુધી આ મુદ્દા પર અન્ય કોઈ નિર્ણય લેવામાં ન આવે ત્યા સુધી આ પ્રકારની જાહેરાતો જે સમયે બાળકો સૌથી વધુ ટીવી જુએ છે તે સમયે બતાવવામાં આવશે નહી.