આ દેશમાં બે લગ્ન કરશો તો સરકાર તરફથી મળશે મોટી ભેટ

સોમવાર, 5 માર્ચ 2018 (10:26 IST)
ભારતમાં બે પત્નીઓ રાખવો અપરાધ માનવામાં આવે છે. સાથે જ જો કોઈ બે પત્ની રાખે છે સરકાર આ માટે તેને સજા પણ આપે છે. પણ એક એવો પણ દેશ છે જ્યાની સરકાર  વ્યવસ્થિત કાયદો બનાવીને બે પત્નીઓને રાખવાની મંજુરી આપી છે. અહી બે પત્નીઓને રાખવુ સારુ માનવામાં આવે છે. એટલુ જ નહી બે પત્નીઓ રાખનારાઓને સરકાર ઈનામ પણ આપી રહી છે.    હેરાન થવાની જરૂર નથી સંયુક્ત અરબ અમીરાતે આ કાયદો શરૂ કર્યો છે. 
 
એક વિદેશી છાપાની રિપોર્ટ્સ મુજબ દેશમાં અવિવાહિત છોકરીઓની સંખ્યા વધતી જઈ રહી છે જેને જોતા ત્યાની સરકારે એલાન કર્યુ છેકે જે બે લગ્ન કરશે તેને ઈનામના રૂપમાં મકાન ભત્થુ આપવામાં આવશે. આ જાહેરાત યૂએઈના બુનિયાદી માળખા વિકાસ મંત્રી ડો. અબ્દુલ્લા બેલફૈલ અલ નુઈમીને બુધવારે થયેલ એક પોગ્રામમાં આ જાહેરાત કરી.  તેમણે કહ્યુ કે મંત્રાલયે આ નિર્ણય લીધો છે કે બે પત્નીઓ રાખનારા બધાને શેખ જાયદ હાઉસિંગ કાર્યક્રમ હેઠળ મકાન ભત્થુ આપવામાં આવશે. 
 
આ મકાન ભત્થુ બીજી પત્ની માટે રહેશે. આ એક પત્નીવાળા પરિવારને પહેલા મળી રહેલ મકાન ભથ્થા ઉપરાંત વધારાનુ રહેશે. મંત્રીએ કહ્યુ કે બીજી પત્ની માટે એ જ પ્રકારની રહન સહન વ્યવસ્થા હોવી જોઈએ જેવી કે પહેલી પત્ની માટે હોય છે. 
 
તેમણે આગળ કહ્યુ કે આ સ્કીમથી લોકો બીજી પત્ની કરવા માટે પ્રોત્સાહિત થશે અને યૂએઈમાં અવિવાહિત મહિલાઓની સંખ્યા પણ ઓછી થશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે યૂએઈમાં અવિવાહિત મહિલાઓની સંખ્યા વધવાથી દેશ પર આર્થિક બોજ વધતી જઈ રહી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર