સોશિયલ મીડિયાના દુરૂપયોગ પર ગુજરાત સરકારની ઘોંસ, લાવશે કાયદો
સોમવાર, 7 ઑગસ્ટ 2017 (14:58 IST)
ગુજરાત સરકાર હવે સોશિયલ મીડિયાના દુરુપયોગ પર નિયંત્રણ કસવા નવો કાયદો લાવી રહી છે. આ કાયદો લાગુ થયા પછી ઓથોરિટી ‘આપત્તિજનક સામગ્રી’ને સોશ્યિલ મીડિયા પર અપલોડ કરવા પર કાર્યવાહી કરી શકે છે. સરકાર હાલ બિલનો ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. એવી શક્યતા છે કે આ બિલ 8 ઓગસ્ટથી શરૂ થતાં વિધાનસભાના બે દિવસના મોનસુન સત્રમાં રજૂ કરવામાં આવશે.કેટલાક લોકોએ બિલનો એવું કહીને વિરોધ કર્યો છે કે સરકાર અભિવ્યક્તિની આઝાદી પર પ્રતિબંધ લગાવવા ઇચ્છે છે. આ સાથે જ સરકાર આ કાયદાનો ઉપયોગ રાજનૈતિક ફાયદા માટે કરવા ઇચ્છે છે. એક રિપોર્ટ મુજબ બિલમાં એવા લોકો સામે કાનૂની કાર્યવાહી કરવાનો ઉલ્લેખ છે. જે પોતાની સોશ્યિલ મીડિયા પોસ્ટ દ્વારા ધાર્મિક અને સામાજિક ભાવનાઓને ભડકાવે છે. નવા નિયમ અનુસાર પોલીસ પાસે એવો અધિકાર હશે કે તે કોઇપણ વ્યક્તિની ધરપકડ કરી શકશે. જે સોશ્યિલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટ શૅર કરે છે. આ સાથે જ કાયદામાં એકથી ત્રણ વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવશે. જોકે, આ સંબંધિત આઇટી એક્ટ અને આઇપીસી એક્ટ છે. પરંતુ નવો કાયદો આવતાં પોલિસ પાસે વધારે પાવર રહેશે.