પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) બે દિવસ દક્ષિણ કોરિયા (South Korea) પ્રવાસ પર છે અને તેઓ બુધવારે રાત્રે સિયોલ પહોંચ્યા. અહી એયરપોર્ટ પર ભારતીય સમુહના લોકોએ તેમનુ સ્વાગત કર્યુ. સિયોલ જતા પહેલા પ્રધાનમંત્રીએ દક્ષિણ કોરિયાને મૂલ્યવાન મિત્ર અને મેક ઈન ઈંડિયા, સ્વચ્છ ભારત, સ્ટાર્ટ અપ ઈંડિયા જેવા કાર્યક્રમોમાં વિશેષ સામરિક ભાગીદાર બતાવ્યા. આ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 2018ના સિયોલ શાંતિ સન્માન પ્રદાન કરવામાં આવશે. તેનાથી સંબંધિત સમારંભનુ આયોજન સિયોલ શાંતિ સન્માન સાંસ્કૃતિક ફાઉંડેશને 22 ફેબ્રુઆરીના રોજ કર્યુ છે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર મોદીના યોગદાનને માન્યતા પ્રદાન કરવા વિશે છે.
- દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલ પહોચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ સ્વાગત
- સિયોલ પહોચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તે દક્ષિણ કોરિયાના બે દિવસીય પ્રવાસ પર આવ્યા છે.