World Bank Report: કંગાલ હોવાની કગાર પર છે પાકિસ્તાન, એક કરોડથી વધુ લોકો જઈ શકે છે ગરીબી રેખા નીચે

ગુરુવાર, 4 એપ્રિલ 2024 (10:03 IST)
poverty in pakistan

- પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત બગડતી જઈ રહી છે
- પાકિસ્તાન કંગાલ થવાની કગાર પર
-  એક કરોડથી વધુ લોકો ગરીબી રેખા નીચે આવી શકે છે
 
Poverty In Pakistan: પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત બગડતી જઈ રહી છે. મોંઘવારી તેની ચરમ સીમા પર છે અને સામાન્ય જનતા ત્રસ્ત છે. લોટમાટે પાકિસ્તાનમાં લાગેલી લાંબી લાંબી લાઈનો કોણ ભૂલી શકે છે.  હવે એકવાર ફરી એવી રિપોર્ટ સામે આવી છે જેમા જાણ થાય છે કે પાકિસ્તાન કંગાલ થવાની કગાર પર છે અને તેની સૌથી ખરાબ અસર ત્યાની જનતાને ઉઠાવવી પડી શકે છે.  રિપોર્ટ વિશ્વ બેંક તરફથી આવી છે જેમા કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ બગડતી જઈ રહી છે. 
 
મુશ્કેલીમાં પાકિસ્તાન
વિશ્વ બેંકે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે રોકડની તંગીવાળા દેશમાં એક કરોડથી વધુ લોકો ગરીબી રેખા નીચે આવી શકે છે. વિશ્વ બેંકની આ આશંકા 1.8 ટકાના ધીમા આર્થિક વિકાસ દર સાથે વધતી જતી મોંઘવારી પર આધારિત છે જે ચાલુ નાણાકીય વર્ષમાં 26 ટકા સુધી પહોંચી ગઈ છે. વિશ્વ બેંકે પોતાની એક રિપોર્ટ માં સંકેત આપ્યો છે કે પાકિસ્તાન તેના આર્થિક લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ચૂકી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન પોતાનાના પ્રાથમિક બજેટ લક્ષ્યમાં પાછળ રહીને સતત ત્રણ વર્ષ સુધી ખોટમાં રહી શકે છે.
 
પૂરતા પ્રયાસ થઈ રહ્યા નથી 
 
રિપોર્ટના મુખ્ય લેખક સૈયદ મુર્તઝા મુઝફ્ફરીનું કહેવું છે કે જો કે ખરાબ આર્થિક સ્થિતિમાંથી બહાર આવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પણ હજુ આ શરૂઆત છે.  ગરીબી નાબૂદી માટે જે પ્રયાસો થઈ રહ્યા છે તે પૂરતા નથી. આર્થિક વૃદ્ધિ સાધારણ 1.8 ટકા પર સ્થિર રહેવાની ધારણા છે. લગભગ 98 મિલિયન પાકિસ્તાનીઓ પહેલાથી જ ગરીબી રેખાની નીચે છે, ગરીબી દર લગભગ 40 ટકા પર છે. રિપોર્ટમાં ગરીબી રેખાથી ઉપર રહેતા લોકો માટે  પણ ચેતવણી છે.
 
શાળામા ન જતા બાળકોની સંખ્યામાં થઈ શકે છે વધારો 
 
વિશ્વ બેંકે ચેતવણી આપી છે કે વધતા જતા વાહનવ્યવ્હાર ખર્ચ તેમજ જીવનજરૂરી વસ્તુઓના વધતા ખર્ચને કારણે શાળામાં ન જતા બાળકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. કોઈ રીતે પોતાનુ ગુજરાન ચલાવનારા લોકોને બીમારીની સ્થિતિમાં સારવાર મળવામાં મોડુ થઈ શકે છે.  રિપોર્ટમાં બતાવ્યુ છે કે  ગરીબ અને સીમાંત લોકોને કૃષિ ઉત્પાદનમાં લાભ મળવાની સંભાવના છે. પરંતુ આ લાભ સતત વધી રહેલી મોંઘવારી, વેપાર અને પરિવહન જેવા વધુ રોજગાર આપનારા ક્ષેત્રોમાં મર્યાદિત વેતન વૃદ્ધિથી બેઅસર રહેશે.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર