ચાર દિવસ પહેલા ગત સપ્તાહે ગુરુવારે અફઘાનિસ્તાનમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS અનુસાર, ગુરુવારે સવારે લગભગ 5:44 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અક્ષાંશ 36.36 અને રેખાંશ 71.18 પર 124 કિમીની ઊંડાઈએ જોવા મળ્યું હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં પણ અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ 19:59:23 IST પર 169 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.