VIDEO: - રોડ ક્રોસ કરી રહેલા લોકોને કારે કચડ્યા... ઘટનાસ્થળ પર જ 5 ના મોત, 13 ઘાયલ, ટક્કર મારીને નોટ ઉડાવતા ભાગ્યા ડ્રાઈવર

શુક્રવાર, 13 જાન્યુઆરી 2023 (17:19 IST)
ચીનમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક BMW કાર લોકોને કચડી રહી છે. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 13 લોકો ઘાયલ થયા હતા. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર, ટક્કર બાદ ડ્રાઈવર બારીમાંથી નોટો ફેંકતો પણ જોવા મળ્યો હતો.

 
ગુઆંગઝૂ શહેરમાં ગુરુવારે આ ઘટના બની હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાળા રંગની BMW કાર હાઈ સ્પીડમાં લોકોને કચડી રહી છે. આ કેસમાં 22 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે.
 
સમાચારમાં આગળ વધતા પહેલા જુઓ અકસ્માત બાદ તરત જ સર્જાયેલી સ્થિતિ.
 
 પ્રત્યક્ષદર્શીએ કહ્યું- અચાનક નાસભાગ મચી 
 
એક પ્રત્યક્ષદર્શીએ સોશિયલ મીડિયા પર આ ઘટનાની જાણકારી આપી. તેણે લખ્યું- એક લક્ઝરી કાર લોકો પર દોડી ગઈ. આ પછી આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. લોકો જીવ બચાવવા દોડી આવ્યા હતા. હું લગભગ 2 કલાક ઘટનાસ્થળે હતો, લોકોને હોસ્પિટલ પહોંચવામાં મદદ કરી.
 
પોલીસે પકડ્યો તો ધમકાવવા માંડ્યો આરોપી 
 
ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, એક વીડિયોમાં પોલીસ ડ્રાઈવરને પકડીને બેઠેલી જોવા મળી રહી છે. આમાં એક 22 વર્ષીય વ્યક્તિ બૂમો પાડતો સાંભળી શકાય છે. તે કહે છે- મારા કાકા ગુઆંગડોંગ પ્રાંતના કમ્યુનિસ્ટ પાર્ટી સેક્રેટરી છે. જોકે, તે સાચું કહી રહ્યો હતો કે નહીં તેની પુષ્ટિ થઈ શકી નથી.
 
પોલીસે તરત જ યુવકની ધરપકડ કરી હતી. તેણે આવું શા માટે કર્યું તેનું કારણ હાલ જાણી શકાયું નથી. તેની પૂછપરછ ચાલી રહી છે. એક પોલીસ અધિકારીએ કહ્યું- ગુઆંગઝૂ શહેરમાં ગુરુવારે 22 વર્ષના એક વ્યક્તિએ પોતાની કાર વડે અનેક લોકોને કચડી નાખ્યા હતા. જેમાંથી પાંચના મોત થયા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા 13 લોકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર