પાકિસ્તાનના ઈતિહાસનો સૌથી મોટુ લોટનુ સંકટનો સામનો કરી રહ્યુ છે. ઘઉની પરેશાનીએ દેશને એ સ્થિતિમાં પહોચાડી દીધુ છે જ્યા બાળકો પણ ભૂખે રહેવા મજબૂર છે. એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રડતી મહિલા પોતાના ઘરની સ્થિતિ વિશે બતાવી રહી છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાજ શરીફ જે જેનેવામાં મદદની આશા લઈને પહોચ્યા છે.. તેમની પાસે હાલ સમસ્યાનો કોઈ ઉકેલ નથી. ખૈબર પખ્તુનખ્વા, સિંઘ અને બલૂચિસ્તાનમાં સ્થિતિ બેકાબૂ છે.
પાણીથી મટાવી રહ્યા છે ભૂખ
જે વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. તેમા એક મહિલા અને તેના માસૂમ બાળકને જોઈ શકાય છે. મહિલા રડતી રડતી રિપોર્ટરને બતાવે છે કે તેના ઘરના બધા વાસણ ખાલી છે. ઘરમાં બનાવવા માટે કશુ નથી. આ મહિલા બાળકનુ પેટ ખોરાકને બદલે પાણીથી ભરી રહી છે. ખૂબ જ રડતી મહિલા રિપોર્ટરને કહે છે હુ મારા બાળકના સમ ખાઈને કહુ છુ કે તેણે કશુ ખાધુ નથી. હુ તેને કેટલુ પાણી પીવડાવીશ. પાકિસ્તાનમાં પરિસ્થિતિ એટલી બગડી રહી છે કે લોકોને 10 કલાક પછી પણ લોટ મળી રહ્યો નથી. સબસીડી પર પર મળનારી લોટની બોરી પણ લોકોના નસીબમાં નથી. બઝારમાં વિચારો લોટનો શુ હાલ હશે.
પહોંચની બહાર થયો લોટ
પાકિસ્તાનમાં એક કિલો લોટની કિમંત 130 થી 160 રૂપિયા પ્રતિ કિલો પહોચી ગઈ છે. 10 કિલો લોટ માટે લોકોને રેશનકાર્ડની દુકાન પર નિર્ભર રહેવુ પડે છે. સિંઘમાં સરકાર તરફથી સસ્તો લોટ 650 રૂપિયા કિલો સુધી વેચાય રહ્યો છે. પણ આ પણ બજારમાંથી ગાયબ થઈ ચુક્યો છે. સિંઘ ક્ષેત્રમાં પાકિસ્તાન ફ્લોર મિલ્સ એસોસિએશન (PFMA) ના ચેયરમેન ચૌઘરી આમિરે આ સમગ્ર સંકટ માટે રાષ્ટ્રીય સ્ટૉકને દોષ આપ્યો છે.
મંત્રાલયે અછત હોવાની વાત નકારી
તેમનું કહેવું છે કે સરકાર દ્વારા માત્ર 30 ટકા ઘઉં આપવામાં આવે છે. જ્યારે 70 ટકા ઓપન માર્કેટમાંથી ખરીદવા પડે છે. ખાદ્ય સુરક્ષા મંત્રાલયે દેશમાં ઘઉંનો દુકાળ હોવાની વાત સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. મંત્રાલયનું કહેવું છે કે 4.437 મિલિયન ટન ઘઉં ઉપલબ્ધ છે. એપ્રિલ સુધી જનતાની જરૂરિયાતો પૂરી થઈ શકે છે. આ પછી બજારમાં નવો પાક આવશે. જ્યારે 1.3 મિલિયન ટનની આયાત થશે!