ઓનલાઈન સર્વેમાં નરેન્દ્ર મોદી 'ટાઈમ પર્સન ઓફ ધ ઈયર' બન્યા છે. મોદીને 18% ટકા વોટ મળ્યા છે. આ સાથે જ રીડર્સ પોલમાં તેઓ સૌથી આગળ આવી ગયા છે. તેમણે વિકીલેક્સના ફાઉંડર જૂલિયન અસાંજે, અમેરિકાના પ્રેસિડેંટ ઈલેક્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને રૂસના પ્રેસિડેંટ બ્લામિદીર પુતિનને પાછળ છોડ્યા. 2015ના પર્સન ઓફ ધ ઈયર જર્મનીની ચાંસલર એંગેલા મર્કેલને પસંદ કરવામાં આવ્યા હતા. મોદીનુ નામ સતત ચોથા વર્ષે લિસ્ટમાં હતુ. એડિટર્સ કરે છે નામ ફાઈનલ..
આ લોકો પણ હતા દોડમાં..
આ વર્ષે હિલેરી ક્લિંટન, એફબીઆઈના પ્રમુખ જેમ્સ કોમી, એપ્પલના સીઈઓ ટિમ કુક, અમેરિકી સૈનિક હુમાયૂ ખાનના માતા-પિતા ખ્રિજ અને ગજાલા ખાન, ઉત્તરી કોરિયાના નેતા કિમ જોંગ ઉન, બ્રિટિશ પ્રધાનમંત્રી થેરેજામાં અને ચીનના પ્રેસિડેંટ શી જિનપિંગને સામેલ કરવામાં આવ્યા હતા.