જૉનસન એંડ જૉનસનને ખબર હતી કે તેના બેબી પાવડરમાં કૈસર ફેલાવનારુ કેમિકલ રહેલુ છે

શનિવાર, 15 ડિસેમ્બર 2018 (15:48 IST)
અમેરિકી ફાર્મા કંપની જૉનસન એંડ જૉનસનને લાંબા સમયથી જાણ હતી કે તેને બનાવેલ બેબી પાવડરમાં હાનિકારક કેમિકલ એસબેસ્ટર રહેલુ છે. ન્યૂઝ એજંસીની રિપોર્ટમાં કેટલાક ગુપ્ત દસ્તાવેજો અને સૂત્રોના હવાલાથી આ દાવો કરવામાં આવ્યો છે. તેમા કહેવામાં આવ્યુ છે કે 1971થી લઈને 2000 સુધી કંપનીના બેબી પાવડરની ટેસ્ટિંગ માં અનેકવાર એસબેસ્ટસ ભેળવવામાં આવ્યો. 
 
રિપોર્ટમાં એવુ કહેવામાં આવ્યુ છે કે જોનસન એંડ જોનસનના અધિકારીઓએ પ્રબંધકો વૈજ્ઞાનિકો ડોક્ટરો અને વકીલોને પણ જાણ હતી. પણ તેમણે આ વાત છિપાવી રાખી. અમેરિકી રેગુલેટર્સની યોજના હતી કે કોસ્મેટિક ટેલ્કમ પાવડરમાં એસબેસ્ટસની માત્રા સીમિત રાખવામાં આવે. પણ કંપનીએ આ કોશિશ વિરુદ્ધ રેગુલેટર્સ પર દબાણ બનાવ્યુ. તેમા તેમને સફળતા પણ મળી. 
 
જોનસન એંડ જોનસને નકાર્યા આરોપ 
 
રિપોર્ટ મુજબ જોનસન એંડ જોનસને બધા આરોપ નકાર્યા છે. કંપનીનુ કહેવુ છે કે અરજીકર્તાઓના વકીલોએ પોતાના ફાયદા માટે દસ્તાવેજો સાથે છેડછાડ કરી જેથી કોર્ટમાં ભ્રમનુ વાતાવરણ બની જાય.  આ બધુ એ બધા ટેસ્ટસ પરથી ધ્યાન હટાવવાની કોશિશ છે જે દાવા કરે છે કે અમારા પાવડરમાં કોઈ હાનિકારક પદાર રહેલો નથી. 
 
પાવડરથી કેંસરની ફરિયાદ લઈને કોર્ટમાં પહોંચ્યા લોકો 
 
જૉનસન એંડ જૉનસનના બેબી પાવડરમાં હાનિકારક કેમિકલ હોવાના અનેકવાર આરોપ લાગ્યા છે. જો કે જુલાઈમાં સેંટ લુઈસ કોર્ટે કંપનીના પાવડરમાં કેંસર ફેલાવનારા કેમિકલ એસબેસ્ટર મળ્યા પછી તેમના પર 4.7 અરબ ડોલર (લગભગ 34 હજાર કરોડ રૂપિયા)નો દંડ લગાવ્યો હતો. આ રાશિ એ 22 મહિલા અને તેમના પરિવારના લોકોને આપવામાં આવી જેમને પાવડરને કારણે કેંસર હોવાનો દાવો કર્યો હતો. આ પહેલો મામલો હતો જ્યારે એસબેસ્ટરને કારણે કેંસર થવાની જાણ થઈ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર