Texas School Shooting : 18 વિદ્યાર્થીઓ સહિત 21નાં મોત; 18 વર્ષનો શૂટર પણ માર્યો ગયો

બુધવાર, 25 મે 2022 (09:10 IST)
: ટેક્સાસના ઉવાલ્ડેમાં પ્રાથમિક શાળામાં ગોળીબારની ઘટનામાં મૃત્યુઆંક વધીને 21 પર પહોંચી ગયો છે. મૃતકોમાં 18 બાળકો અને અન્ય ત્રણ લોકોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે મંગળવારે ટેક્સાસમાં એક પ્રાઈમરી સ્કૂલમાં 18 વર્ષના બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો, જેમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રાજ્યના રાજ્યપાલના કહેવા પ્રમાણે, દેશની શાળામાં આ ઘાતક હુમલો છે. આ પહેલા ગવર્નર ગ્રેગ એબોટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
ટેક્સાસના ઉવાલ્ડેમાં આવેલી રોબ એલીમેન્ટરી સ્કૂલમાં 18 વર્ષના યુવકે અંધાધૂંધ ગોળીબાર કર્યા હતા. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટ્ટે જાણકારી આપતા કહ્યું હતું કે આ ફાયરિંગની ઘટનામાં 21 લોકોનાં મોત થયા છે, જેમાં 18 ભૂલકાઓ અને 3 શિક્ષકનો સમાવેશ થાય છે. જો કે, એક સ્થાનિક હોસ્પિટલે એમ જણાવ્યું હતું કે બે વ્યક્તિનાં મોત થયા છે અને ડઝન જેટલા લોકો ઘાયલ થયા છે. ઘટનાની સ્પષ્ટ વિગતો હજુ આવી રહી છે.
રાષ્ટ્રપતિ જો બાઈડેને  આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે 'આજે કેટલાક માતા-પિતા હશે જેઓ તેમના બાળકને ફરી ક્યારેય જોશે નહીં, માતાપિતા જે ક્યારેય સમાન નહીં હોય. તમારા બાળકને ગુમાવવું એ તમારા આત્માનો એક ભાગ ગુમાવવા જેવું છે. હું સમગ્ર રાષ્ટ્રને અપીલ કરું છું કે તેઓ તેમના માટે પ્રાર્થના કરે, આ અંધકારમય સમયમાં તેઓ મજબૂત બને તે માટે પ્રાર્થના કરે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર