દુનિયાનો સૌથી અશુભ Mobile Number, જેણે પણ વાપર્યો તે જીવતો ન બચ્યો

મંગળવાર, 24 મે 2022 (16:43 IST)
હોંટેડ શબ્દ સાંભળીને જ ભય લાગવા માંડે છે. તમે અત્યાર સુધી ભયાનક બંગલા, મહેલ, કિલ્લા આ બધુ સાંભળ્યુ હશે અને કદાચ જોયુ પણ હશે. પણ શુ ક્યારેય તમે શ્રાપિત  મોબાઈલ નંબર વિશે સાંભળ્યુ છે ? જો નહી તો જરા જાણી લો આવા જ એક ફોન નંબર વિશે ...  કારણ કે આ કોઈ મામૂલી નંબર નથી. દેખાવમા એકદમ VIP નંબર છે. પણ હકીકત થોડી ખતરનાક છે.  આમ તો આ નંબર એકદમ સામાન્ય નંબરોની જેવો જ છે. પણ તેને શ્રાપિત  નંબર  (Haunted phone number) ની કેટેગરીમાં મુકવામાં આવ્યો છે. હવે આ સમાચાર વાંચ્યા પછી તમારો મોબાઈલ નંબર તમે બદલો નહી  અને જો બદલશો તો હજાર વાર વિચાર કરશો. 
 
10 વર્ષથી ચાલી રહ્યો છે ઘટનાક્રમ 
આજ સુધી જેણે પણ આ નંબરનો ઉપયોગ કર્યો છે તે બચ્યો નથી. મૃત્યુ તેને ભેટી પડ્યો. આ મોબાઈલ નંબરનો ઉપયોગ કરનાર વ્યક્તિનું પણ મૃત્યુ થયું હતું. આ સિલસિલો થોડા દિવસોથી નહીં પરંતુ છેલ્લા 10 વર્ષથી ચાલે છે. આ ખતરનાક મોબાઈલ નંબરને લઈને સોશિયલ મીડિયા પર ઘણો હોબાળો થઈ રહ્યો છે.
 
ત્રણ વાર બની ચુકી છે ઘટના 
હકીકતમાં  આ ઘટના એક વાર નહીં પરંતુ ત્રણ વખત બની છે. અત્યાર સુધીમાં ત્રણ લોકોએ આ નંબર ખરીદ્યો છે અને ત્રણેયના મોત થયા છે. આ ઘટના બલ્ગેરિયાની(Bulgaira) છે.  ઉલ્લેખનીય છે કે આ નંબર સૌથી પહેલા મોબીટેલ કંપનીના CEOએ ખરીદ્યો હતો. કંપનીના સીઈઓ વ્લાદિમીર ગેસાનોવે(Vladimir Gesanov) સૌથી પહેલા પોતાના માટે મોબાઈલ નંબર 0888888888 રજુ કરાવ્યો હતો. થોડા દિવસો પછી, વ્લાદિમીર ગેસાનોવને કેન્સર થયું. અને વર્ષ 2001માં તેમનું અવસાન થયું. પરંતુ એવું કહેવાય છે કે કેન્સરના કારણે મૃત્યુની અફવા તેના દુશ્મનોએ ફેલાવી હતી, જ્યારે મૃત્યુનું કારણ કંઈક બીજું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મોબાઈલ નંબર તેના જીવનો દુશ્મન બની ગયો હતો.
 
આ ફોન નંબરે લીધો છે ઘણા લોકોનો જીવ 
આ ક્રમ અહી અટક્યો નથી.  ત્યારબાદ આ મોબાઈલ નંબર ડિમેટ્રોવ નામના કુખ્યાત ડ્રગ ડીલરે લીધો હતો. ત્યારબાદ  વર્ષ 2003 માં રશિયન માફિયા દ્વારા ડિમેટ્રોવની હત્યા કરવામાં આવી હતી. ડિમેટ્રોવનો ડ્રગ બિઝનેસ 500 મિલિયનનો હતો. આ નંબર તેના મૃત્યુ સમયે ડિમેટ્રોવ પાસેહતો. આ પછી પણ મોતનો સિલસિલો અટક્યો ન હતો.
 
ભૂતિયા નંબર સસ્પેન્ડ
ડિમેટ્રોવના મૃત્યુ પછી, આ નંબર બલ્ગેરિયન ઉદ્યોગપતિ ડિસ્લીવ દ્વારા ખરીદ્યો હતો. નંબર લીધાના થોડા દિવસો બાદ જ 2005માં બલ્ગેરિયાની રાજધાની સોફિયામાં ડિસ્લિવની હત્યા કરવામાં આવી હતી. ડિસ્લીવ કોકેઈનની હેરફેરનું ઓપરેશન પણ ચલાવતો હતો. આ રીતે, આ ભૂતિયા સંખ્યાના કારણે એક પછી એક બે નહી ત્રણ મૃત્યુ થયા. જો કે, ત્રણ મૃત્યુ પછી, આ નંબર વર્ષ 2005 માં સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર