જાપાનની રાજધાની ટોક્યો પહોંચ્યા PM મોદી, આવતીકાલે QUAD સમિટમાં ભાગ લેશે

સોમવાર, 23 મે 2022 (07:38 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (સોમવારે) જાપાનની રાજધાની ટોક્યો પહોંચ્યા. અહીં મંગળવારે તેઓ QUAD  સમિટમાં ભાગ લેશે. જાપાન પહોંચ્યા બાદ પીએમ મોદીએ ટ્વિટ કર્યું ,'હું ટોક્યો ઉતર્યો છું. આ મુલાકાત દરમિયાન હું ક્વાડ સમિટ સહિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીશ, ઉપરાંત ક્વાડ લીડર્સ સાથે મુલાકાત કરીશ, જાપાનીઝ બિઝનેસ લીડર્સ અને ભારતીય ડાયસ્પોરા સાથે વાર્તાલાપ કરીશ.' ક્વાડ સમિટમાં યુએસ પ્રમુખ જો બિડેન, ઓસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને જાપાનીઝ વડાપ્રધાન ફુમિયો કિશિદા પણ હાજરી આપશે.

ટોક્યો પહોંચતા પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જાપાનમાં રહેતા ભારતીય પ્રવાસીઓએ 'જય શ્રી રામ'ના નારા લગાવ્યા હતા. તેમજ આ દરમિયાન પીએમ મોદીને 'ભારત મા કા શેર ' કહેવામાં આવ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો હાથમાં પોસ્ટર લઈને ઉભા છે, જેમાં લખેલું છે કે 'જેમણે 370 હટાવી છે તે ટોકિયો આવ્યા છે'. પીએમ મોદી ભારતીય પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને પણ મળ્યા હતા. જ્યારે જાપાનના એક બાળકે પીએમ મોદી સાથે હિન્દીમાં વાત કરી તો તેઓ પણ સવાલ પૂછ્યા વગર રહી શક્યા નહીં. તેણે બાળકને પૂછ્યું, 'અરે વાહ હિન્દી કયાથી શીખી  ?... તું બહુ સારી રીતે જાણે છે?

 
ભારતમાં રોકાણ માટે પીએમ મોદીની જાપાન મુલાકાત  મહત્વપૂર્ણ
 
જાપાનના ઉદ્યોગપતિઓ સાથે વડા પ્રધાન મોદીની વ્યસ્તતા વિશે  સંક્ષિપ્તમાં જાણકારી આપતા જાપાનમાં ભારતીય રાજદૂત સંજય કુમાર વર્મા  કહ્યું હતું કે,  ટોક્યો નવી દિલ્હીમાં તકો વિશે ઉત્સાહિત છે. PM મોદી અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા  ભારતમાં જાહેર, ખાનગી અને ભંડોળ દ્વારા પાંચ ટ્રિલિયન જાપાનીઝ યેનનું રોકાણ કરવાની મહત્વાકાંક્ષા ધરાવે છે. અગાઉ માર્ચ 2022 માં, કિશિદા ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. ટોક્યોની અમારી મુલાકાત દરમિયાન અમે ભારત અને જાપાન વચ્ચે વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી અંગે ચર્ચા કરીશું.’
 
જાપાનની 40 કલાકની મુલાકાત દરમિયાન મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને ઑસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા વડાપ્રધાન એન્થોની અલ્બેનિસને મળશે. ટોક્યોમાં તેમના 40 કલાકના રોકાણ દરમિયાન મોદી જાપાનના 35 બિઝનેસ લીડર્સ અને CEOને પણ મળશે. આ દરમિયાન તેઓ 23 બેઠકોમાં ભાગ લેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર