છોકરી ફાટેલી જીંસ પહેરીને પહોચી શાળામા, ટીચરે કરી આવી હરકત

મંગળવાર, 14 ફેબ્રુઆરી 2023 (15:37 IST)
ભારતની શાળાઓમાં બાળકો ડ્રેસ પહેરીને જાય છે પણ અમેરિકામાં આ જરૂરી નથી. ત્યા શાળાના બાળકો વગર કોઈ ડ્રેસ એ જ જાય છે   આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવ્યો છે. જ્યાં એક છોકરી ફાટેલી જીન્સ પહેરીને સ્કૂલ પહોંચી હતી. બાળકીને જોઈને શિક્ષકે તેના ફાટેલા જીન્સ પર ટેપ ચોંટાડી દીધી હતી. આ પછી બાળકીની માતા ગુસ્સે થઈ ગઈ. એક વીડિયો શેર કરીને તેણે સ્કૂલ મેનેજમેન્ટને સવાલ કર્યો છે કે શું સ્કૂલમાં એવી કોઈ પોલિસી છે કે જેના હેઠળ તેની દીકરીની ત્વચાને છુપાવવા માટે ટેપ ચોંટાડવામાં આવી હોય. બાળકીની માતાએ જણાવ્યું કે તેની પુત્રીની ત્વચા ખૂબ જ સંવેદનશીલ છે જેના કારણે તેને એલર્જી થાય છે. આ સમગ્ર મામલો અમેરિકાનો છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટીચર પોતાની ત્વચા છુપાવવા માટે છોકરીના ફાટેલા જીન્સ પર લાલ રંગની ટેપ ચોંટાડી રહ્યો છે. જે બાદ બાળકીની માતાએ આ અંગે શાળા પ્રશાસનને ફરિયાદ કરી છે.
 
વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે
બાળકીની માતાએ ટિક-ટોક પર વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તે સ્કૂલ ટીચરની ઓફિસમાં હાજર છે. બાળકીની માતા કહી રહી છે કે મારી પુત્રીની ચામડી પર ટેપ ચોંટાડી દેવામાં આવી છે. શું આ વર્તન સહન કરી શકાય છે? ડેઈલી સ્ટારમાં છપાયેલા અહેવાલ મુજબ બાળકીની માતા શાળા પ્રશાસનથી ખૂબ જ નારાજ જોવા મળી હતી. વીડિયોમાં તેણે કહ્યું કે તેની દીકરીનું અપમાન કરવામાં આવ્યું છે. બાળકી પ્રત્યે શાળાનું આવું વર્તન બિલકુલ ક્ષમાપાત્ર નથી.
છોકરીની માતાની તરફેણમાં બોલ્યા યુઝર્સ 
આ વીડિયો વાયરલ થતાં જ યુઝર્સ આ બાબતે પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- શું સ્કૂલ ટીચર તમને ફોન ન કરી શક્યા હોત? બીજી તરફ, અન્ય યુઝરે લખ્યું- શાળાનું આ વર્તન ખૂબ જ ખરાબ છે. જીન્સ પહેરવામાં કોઈ વાંધો નથી. ત્યારબાદ યુવતીની મા એ એક વધુ વીડિયો શેયર કર્યો તેમા જનાવ્યુ કે શાળાના ડ્રેસ પોલીસીમાં આ લખ્યુ છે કે બાળકો જે ડ્રેસ પહેરીને આવે તે સ્વચ્છ હોવી જોઈએ.  સ્ટુડેંટ એવા કપડા પહેરીને શાળામાં ન આવે જેમા તેના શરીરના અંગ કે અંડરગારમેંટ્સ દેખાતા હોય. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર