પાકિસ્તાન - પંજાબ શહેરમાં ટ્ર્ક-બસ વચ્ચે ભીષણ અકસ્માતમાં 29ના મોત, ઈદની રજા પર બધા ઘરે જઈ રહ્યા હતા

સોમવાર, 19 જુલાઈ 2021 (13:19 IST)
પાકિસ્તાનમાં સોમવારનો દિવસ મોતનુ તાંડવ લઈને આવ્યો  પંજાબ ક્ષેત્રના ડેરા ગાજી ખાનમાં એક મુસાફરોથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત થતા 29 લોકોના કરૂણ મોત થઈ ગયા.  બસ સિયાલકોટથી રાજનપુર જઈ રહી હતી. તેમા મોટાભાગના લોકો ઈદની રજા ગાળવા ઘરે જવા નીકળ્યા હતા. દુર્ઘટનામાં  40થી વધુ લોકો ઘાયલ થયા છે.  
 
બસના કુરચેકુરચા ઉડ્યા 
 
ડેરા ગાજીના કમિશ્નર ડો. ઈરશાદ અહમદે દુર્ઘટનાની ચોખવટ  કરતા મીડિયાને જણાવ્યુ કે સૂચના મળતા તરત જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ. મૃતદેહ અને ઘાયલોને ડીએચક્યુ ટીચિંગ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. ગૃહમંત્રી શેખ રાશિદે દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યુ કે ઈદુલ અજહાની આગામી રજા પર ઘરે પરત જનારાઓ માટે આ દુર્ઘટના મોટી આફત બનીને આવી છે.  હોસ્પિટલના કર્મચારીઓએ જણાવ્યુ કે 18 લોકોનુ હોસ્પિટલ પહોંચતા પહેલા મોત થઈ ચુક્યુ હતુ. 
 
પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ પુષ્ટિ કરી કે  ડેરા ગાજી ખાન પાસે દુર્ઘટના ઓછામાં 30 લોકોના  મોત થયા છે. પંંજાબના મુખ્યમંત્રી ઉસ્માન વુજદાર અને ગૃહ મંત્રી શેખ રશીદે ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે. પાકિસ્તાનમાં અવારનવાર માર્ગ અકસ્માત થાય છે અને તેમાથી મોટાભાગના વાહનોની  તેજ  સ્પીડ, ખરાબ માર્ગ અને અપ્રશિક્ષિત ચાલકોને કારણે થાય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર