જમ્મુ (Jammu)માં એકવાર ફરી ડ્રોન (Drone)જોવા મળ્યુ છે. મંગળવારે રાત્રે પાકિસ્તાન (Pakistan) સાથે જોડાયેલી સીમામાં ડ્રોન જોવા મળ્યુ. ત્યાર બાદ ત્યા ગોઠવાયેલા સીમા સુરક્ષા બળ (BSF)ના જવાનોએ છ રાઉંડ ગોળીઓ ચલાવી, જ્યારબદ ડ્રોન પાકિસ્તાનની સરહદ પર પરત ફરયુ. તેનાથી સ્પષ્ટ થાય છે કે આ ડ્રોન પાકિસ્તાન તરફતહી ભારતીય સરહદ પાર મોકલવામાં આવ્યુ હતુ.
આ ઘટના સંબંધમાં બીએસએફે એક નિવેદન રજુ કરીને માહિતી આપી છે. બીએસએફે જણાવ્યુ કે આ ઘટના 13 જુલાઈની રાત્રે 09:52 વાગે જમ્મુના અરનિયા સેક્ટરમાં થઈ. ત્યા સૈનિકોને આકાશમાં લાલ રંગની થોડી લાઈટ ઝગમગાતી જોવા મળી હતી. આ ભારતીય સીમામાં 200 મીટરની ઊંચાઈ પર હતી. મુસ્તૈદ જવાનોએ આ લાઈટની તરફ થોડી વધુ ફાયરિંગ કર્યુ. ત્યારબાદ તે પાકિસ્તાન પરત ફર્યુ. સમગ્ર ક્ષેત્રમાં સર્ચ કરવામાં આવ્યુ પણ ત્યા કંઈ ન મળ્યુ.