દેશમાં આવી રહી છે ત્રીજી લહેર, આ આઠ રાજયોમાં ઊંચો પોઝિટીવિટી રેટ આપે છે પુરાવો

બુધવાર, 14 જુલાઈ 2021 (09:07 IST)
પૂર્વોત્તર રાજ્યોમાં વઘતી સંક્રમણની ગતિએ સંકેત આપ્યો છે કે દેશમાં ત્રીજી લહેર  નજીક છે. આ સમયે આઠ રાજ્યોમાં વધી રહેલા સંક્રમણથી આખા દેશની ચિંતા વધારી દીધી છે, જેમાંથી સાત ઉત્તર-પૂર્વના છે. જ્યારે એક અન્ય રાજ્ય કેરલ છે જ્યાં સંક્રમણ  દર ખૂબ વધુ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે પૂર્વોત્તરના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી અને પરિસ્થિતિ વિશે માહિતી લીધી હતી. 
 
ચાર રાજ્યોમાં પરિસ્થિતિ બેકાબૂ 
 
પૂર્વોત્તર ચાર રાજ્યોમાં સંક્રમણની સ્થિતિ નિયંત્રણની બહાર છે. સરકારી આંકડા મુજબ, પરીક્ષણની પોઝિટિવિટી દર સિક્કિમમાં 19.5%, મણિપુરમાં 15%, મેઘાલયમાં 9.4% અને મિઝોરમમાં 11.8% છે. WHO નુ માનવુ છે કે જ્યારે પરીક્ષણનો પોઝિટિવિટી રેટ દસ ટકા અથવા તેથી વધુ હોય, ત્યારે તેનો અર્થ એ થાય છે કે સંક્રમણ નિયંત્રણની બહાર છે. પૂર્વોત્તરના ત્રણ અન્ય રાજ્યોમાં - અરુણાચલ પ્રદેશ (.4..4%), નાગાલેન્ડ (6%) અને ત્રિપુરા (5.6) માં પણ સંક્રમણ દર  પાંચ ટકાથી વધુ છે. જ્યારે હાલ આસામમાં(2%) સંક્રમણની સ્થિતિ નિયંત્રણમાં છે.
 
પૂર્વોત્તરમાં રાષ્ટ્રીય સરેરાશથી વધુ સંક્રમણ 
 
હાલ દેશમાં કોરોનાનો પરીક્ષણ પોઝિટિવિટી રેટ 2.3% છે. તેની તુલનામાં પૂર્વોત્તર પાંચ રાજ્યોના પાંચ પોઝીટીવ રેટ  7 ગણા વધારે છે. એટલે કે જે ગતિએ આખા દેશમાં સંક્રમણ ફેલાય રહ્યુ છે તેની તુલનામાં પૂર્વ રાજ્યોમાં પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. ઉલ્લેખનીય છે કે પરીક્ષણના પોઝિટિવિટી રેટ એ બતાવે છે કે એક દિવસમાં તપાસાયેલા સેમ્પલમાંથી  કેટલા ટકા સેમ્પલમાં સંક્રમણની પુષ્ટિ જોવા મળી છે.
 
કેન્દ્ર એલર્ટ - 45 જીલ્લામાં હાલ બેહાલ 
 
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, હાલ દેશના73 જિલ્લામાં સંક્રમણ દર એટલે કે  સેમ્પલ પોઝીટીવીટી રેટ 10 ટકા જ છે, જેમાંથી  45 જિલ્લાઓ પૂર્વોત્તર રાજ્યોના છે. આને જોતાં  ગત સપ્તાહે કેન્દ્ર સરકારે આ રાજ્યોમાં વિશેષજ્ઞોની એક ટીમ મોકલી હતી જેથી સંક્રમણના કારણો શોધી તેને રોકી શકાય. 
 
પૂર્વોત્તર ઉપરાંત કેરલ બેહાલ 
 
દેશમાં પૂર્વોત્તર ઉપરાંત કેરલની હાલત પણ ખરાબ છે. જ્યા પરીક્ષણ પોઝિટીવિટી રેટ 10.5 છે. સારી વાત તો એ છે કે આ બીજી લહેરમાં બેહાલ રહેલા મહારાષ્ટ્ર (4.1%), દિલ્હી (0.1%), ઉત્તર પ્રદેશ  (0.1%), મઘ્ય પ્રદેશ  (0.1%) માં સંક્રમણ દર હાલ ખૂબ ઓછો છે. 
 
ત્રીજી લહેર શરૂ થવાનો દાવો 
 
પૂર્વોત્તરની ખરાબ પરિસ્થિતિ વચ્ચે,  હૈદરાબાદ યુનિવર્સિટીના વરિષ્ઠ ભૌતિકશાસ્ત્રી અને ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર ડો. વિપિન શ્રીવાસ્તવે દાવો કર્યો છે કે 
કોવિડ-19 ના સંક્રમણ અને મૃત્યુની પેટર્ન એવી જ દેખાય રહી છે જે આ વર્ષે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં હતી. એપ્રિલના અંત સુધીમાં આ મામલા  દેશમાં ગંભીર રૂપ લઈ ચુક્યા હતા.  આ આધારે, કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થવાની સંભાવના છે, બીજી બાજુ આઇએમએ એ સરકારને ચેતવણી આપી છે કે જો પર્યટક સ્થળો અને ધાર્મિક કાર્યક્રમોમાં ભીડ ઓછી નહીં થાય તો ત્રીજી લહેર ભયાનક બનશે .

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર