રામમોહન રાયની સમાધિ ખુલ્લી મુકાઈ

ભાષા

સોમવાર, 29 સપ્ટેમ્બર 2008 (10:49 IST)
ભારતનાં પ્રમુખ સમાજ સુધારક રાજા રામમોહન રાયનાં બ્રિસ્ટલ સ્થિત સમાધિની મરમ્મત કર્યા બાદ શનિવારે તેમની 175મી પૂર્ણતિથિનાં દિવસે ફરી ખુલ્લી મુકવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રામમોહન રાયની સમાધિ બ્રિસ્ટલનાં બહારનાં ભાગ આર્નોસ બેલ સમાધિસ્થળ છે. જે છેલ્લાં 20 વર્ષમાં તેની સ્થિતિ ખુબ ખરાબ થઈ હતી.

તેથી સમાધિનું સમારકામ કરીને બ્રિટનનાં રાજદૂત શિવશંકર મુખર્જીનાં હસ્તે ખુલ્લું મુકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 27 સપ્ટેમ્બર 1833નાં રોજ બ્રિસ્ટલમાં રાજા રામમોહનરાયનું મૃત્યુ થયું હતુ. તેમનાં નિધનનાં દસ વર્ષ બાદ 1843માં દ્વારકાનાથ ટાગોરે સમાધિનું નિર્માણ કર્યું હતું.

વેબદુનિયા પર વાંચો