મલેશિયામાં અમાનવીય સુરક્ષા કાયદાની સમીક્ષા

શુક્રવાર, 23 મે 2008 (15:26 IST)
ક્વાલાલમ્પુર. જે કાયદાથી કેસ ચલાવ્યા વિના અનિશ્ચિત સમય મર્યાદા માટે લોકોની ધરપકડ કરવાનો અધિકાર આપે છે તેવા અમાનવીય કાયદાની સમીક્ષા કરવાનો નિર્ણય મલેશિયાએ લીધો છે. ભારતીય સમૂદાય સામે કથિત નક્સલી ભેદભાવનો ભારે વિરોધ કરાયા બાદ ત્યાંના ભારતીય નેતાઓ પર આ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કાનૂન અંતર્ગત પકડાયેલા પાંચ નેતા પાછલા વર્ષના ડિસેમ્બર માસથી જેલમાં બંધ છે. મલેશિયાની શીર્ષ અદાલતે આ પાંચ જણાંને મુક્ત કરવાનો ઈનકાર કરી દીધો છે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં વિધી મંત્રી જાયદ ઈબ્રાહિમે કહ્યુ હતુ કે, આ વિવાદાસ્પદ આંતરિક સુરક્ષા કાનૂનની સમીક્ષા બાદ તેની જોગવાઈ અધતન તથા પ્રભાવકારી બનશે.

વેબદુનિયા પર વાંચો