બૈતુલ્લાહ સૌથી ખતરનાક વ્યક્તિ : હોલબ્રુક

ભાષા

શુક્રવાર, 24 જુલાઈ 2009 (12:35 IST)
પાકિસ્તાની મામલાઓના વિશેષ અમેરિકી દૂત રિચર્ડ હોલબ્રુકે કહ્યું છે કે, આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પ્રમુખ બૈતુલ્લાહ મેહસૂદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ક્ષેત્ર માટે સૌથી ખતરનાક અને ધૃણિત વ્યક્તિઓમાં શામેલ છે. તેમણે માન્યું કે, મહેસૂદનો ખાત્મો અમેરિકા માટે રણનીતિક રીતે ઘણું મહત્વ ધરાવે છે.

હોલબ્રુકે સ્વીકાર કર્યો કે, અમેરિકાએ મેહસૂદ પર શરૂઆતમાં ઘણું ઓછું ધ્યાન આપ્યું હતું હવે તેનો ખાત્મો અમેરિકા માટે રણનીતિક રીતે ઘણો મહત્વપૂર્ણ છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે, ઉત્તરી સ્વાત ઘાટીમાં સુરક્ષા સ્થિતિ હજુ પણ ખતરનાક બનેલી છે. ત્યાં કુખ્યાત આતંકવાદી સંગઠન તાલિબાનના નેતાઓની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.

વેબદુનિયા પર વાંચો