જાતિય શોષણના ચક્કરમાં અલગોરે

ભાષા

શુક્રવાર, 25 જૂન 2010 (17:04 IST)
પોર્ટલેન્ડની એક મસાજ થેરેપિસ્ટે અમેરીકાના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અલ ગોરે પર જાતિય શોષણનો આરોપ લગાવ્યો છે. આ મહીલાનું કહેવું છે કે ઓક્ટોબર-2006માં એક હોટલમાં અલ ગોરેએ તેની સાથે ‘અઈચ્છનિય જાતિય સંબંધ’ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પુરાવાના અભાવે આ સંદર્ભે કોઈ આરોપ નોંધાવામાં આવ્યો ન હતો.

મલ્ટનોમ કાઉન્ટીના ડિસ્ટ્રીક્ટ એટર્ની માઈકલ સ્રેંકએ જણાવ્યું હતું કે મહીલાના વકીલે 2006ના અંતિમ દિવસોમાં પોલીસનો સંપર્ક કર્યો હતો. પરંતુ તે નથી ઈચ્છતી કે મામલાની તપાસ આગળ વધે. આ મહીલાએ જાન્યુઆરી-2009માં પોલીસનો સંપર્ક કર્યો અને એક નિવેદન આપ્યું, તેમાં કહેવામાં આવ્યું હતું કે ગોરે હોટલ લુસિયામાં તેની સાથે જાતિય સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો