ઈરાન મધ્ય પૂર્વમાં અસ્થિરતા ફેલાવશે -મુલેન

ભાષા

શનિવાર, 25 જુલાઈ 2009 (11:37 IST)
અમેરિકાના એક ઉચ્ચ સૈન્ય અધિકારીએ કહ્યું છે કે, પરમાણુ સંપન્ન ઈરાન મધ્ય પૂર્વમાં અસ્થિરતા ફેલાવશે કારણ કે, ત્યાર બાદ ક્ષેત્રના અન્ય દેશોમાં પણ પરમાણું હથિયાર એકત્ર કરવાની પ્રવૃતિ વિકસિત થશે, જેવું પાકિસ્તાને ભારત બાદ કર્યું.

અમેરિકી જ્વાઇંટ ચીફ્સ ઑફ સ્ટૉફના અધ્યક્ષ એડમિરલ માઇક મુલેને કહ્યું કે, મને લાગે છે કે, પરમાણું હથિયારોનો મુદ્દો કેન્દ્રમાં રાખવામાં આવવો જોઈએ, કારણ કે, જેટલા વધુ દેશો તેમાં સંપ્પન હશે. બીજા દેશો પણ તેને પામવાની ઈચ્છા રાખશે.

તેમણે કહ્યું કે, હું પાકિસ્તાનનો ઉલ્લેખ કરવા ઈચ્છું છું. આ સંબધમાં આપણે પાછળ વળીને ભારત તરફ જોવું પડશે. પ્રથમ ભારતે પરમાણુ હથિયાર વિકસિત કર્યાં, ત્યાર બાદ પાકિસ્તાને. એવું જ ઈરાકમાં થશે. મને આ દેશના પરમાણું સંપન્ન થવા વિષે ઘણી ચિંતા છે .

ત્યાર બાદ ક્ષેત્રના બીજા દેશો પણ એવું કરવાનો પ્રયત્ન કરશે. કારણ કે, તેમને ઈરાનથી ખતરો મહેસૂસ થશે. તેમણે કહ્યું કે, ઈરાનના પરમાણું સંપન્ન હોવાથી ક્ષેત્રમાં અસ્થિરતા વધશે.

વેબદુનિયા પર વાંચો