અલકાયદા વિરુદ્ધ અપીલ પર પાક ભડક્યું

ભાષા

સોમવાર, 30 નવેમ્બર 2009 (11:19 IST)
અલ કાયદા વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની બ્રિટેનના વડાપ્રધાન ગૉર્ડન બ્રાઉનની અપીલ પર પાકિસ્તાને તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આતંકવાદ વિરુદ્ધ તેની લડાઈ પર કોઈને શક કરવો ન જોઈએ.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અદુલ બાસિતએ જણાવ્યું કે, અલકાયદા અને બીજા આતંકવાદીઓ વિરુદ્ધ લડાઈમાં પાકિસ્તાને પોતાની ભૂમિકા ભજવી છે. છેલ્લા આઠ વર્ષ દરમિયાન અમે અલકાયદાના 700 લડાકૂઓને કાંતો પકડ્યાં છે કાંતો તેમને ઠાર કર્યા છે. કોઈએ અમારા પ્રયત્નો પર શક કરવો ન જોઈએ.

બાસિતે કહ્યું કે, અલકાયદા વિરુદ્ધ કાર્યવાહી તેજ કરવાની બ્રાઉનની અપીલ પર પાકિસ્તાન આશ્ચર્યચકિત છે. તેમણે કહ્યું કે, આતંકવાદ વિરુદ્ધ જારી લડાઈમાં પાકિસ્તાનના કદમોની સમગ્ર દુનિયાએ પ્રશંસા કરી છે.

વેબદુનિયા પર વાંચો