દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે સુંદર અને યુવાન દેખાય, પરંતુ શરીરમાં અકાળે થતા કેટલાક ફેરફારો સુંદરતા બગાડે છે. નાની ઉંમરે વાળ સફેદ થવા એ આજકાલ સામાન્ય સમસ્યા છે. ખરાબ લાઈફસ્ટાઈલ, કામનો ભાર, માનસિક દબાણ, હોર્મોન્સમાં ફેરફાર અથવા વાળના ફોલિકલ્સFollicles) માં મેલાનિન(Melanin)દ્રવ્યનું ઓછું થવુ જેવા વિવિધ કારણોને લીધે વાળ અકાળે સફેદ થાય છે. ઝડપથી સફેદ થતા વાળને કાળા કરવા માટે લોકો ઘણા પ્રકારના કેમિકલનો ઉપયોગ કરે છે, જેના કારણે તે સમયે તો
વાળ કાળા થઈ જાય છે, પરંતુ કેમિકલની અસર ઓછી થઈ જાય પછી વાળ ફરી સફેદ થવા લાગે છે. નાની ઉંમરમાં વાળ સફેદ થવાની સમસ્યાને કારણે આત્મવિશ્વાસ પણ ઘટી જાય છે, જે પાછળથી મોટી સમસ્યા બની શકે છે. આવી સ્થિતિમાં અમે તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ, જેની મદદથી સફેદ વાળની સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે.
મહેંદી
વાળને કાળા રાખવા માટે ઘણા લોકો વાળને કલર કરાવે છે, જે ક્યારેક નુકસાનકારક સાબિત થાય છે. આમ કરવાથી વાળ ઝડપથી સફેદ થવા લાગે છે. આવી સ્થિતિમાં વાળને સફેદ થતા રોકવા માટે કુદરતી મહેંદીનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક છે. મહેંદી લગાવવાથી વાળમાં ચમક જળવાઈ રહે છે અને તેની કોઈ આડઅસર થતી નથી. વાળમાં મહેંદી લગાવતા પહેલા તેને આખી રાત પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ મેંદીની પેસ્ટમાં લીંબુનો રસ અને કોફી મિક્સ કરીને વાળમાં લગાવો.
ચા ની ભુક્કી
લોકો પોતાના વાળને કાળા રાખવા માટે પણ ચાના પાંદડાનો ઉપયોગ કરે છે. ચાની પત્તીમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. ચાના પાંદડાને લાંબા સમય સુધી પાણીમાં ઉકાળો અને પાણીને ઠંડુ કરો. પછી આ પાણીને વાળના મૂળમાં લગાવો અને થોડીવાર મસાજ કરો. માલિશ કર્યા પછી, લગભગ એક કલાક પછી સાદા પાણીથી વાળ સાફ કરો. પરંતુ ધ્યાનમાં રાખો કે આ પાણીનો ઉપયોગ કર્યા પછી શેમ્પૂ ન લગાવો.
મેથીના દાણા
હેલ્ધી અને કાળા ઘેરા વાળ માટે પણ મેથીના દાણા ખૂબ જ ફાયદાકારક છે. મેથીમાં ઘણા પોષક તત્વો હોય છે, જે વાળને કાળા રાખવામાં મદદ કરે છે. મેથીના દાણાનો ઉપયોગ કરતા પહેલા તેને પાણીમાં પલાળીને વાટી લો અને પછી તેની પેસ્ટ બનાવીને તેને નારિયેળ અથવા બદામના તેલ સાથે વાળના જડમાં માલિશ કરો.