Covid XE - કોવિડ XE લક્ષણો અને બચવાના ઉપાયો

સોમવાર, 11 એપ્રિલ 2022 (12:54 IST)
સમગ્ર વિશ્વમાં આ નવા વૅરિયન્ટના અમુક જ કેસ સામે આવ્યા છે. વધુ ચેપી હોવા છતાં પણ કોરોનાનો આ નવો વૅરિયન્ટ ઓછો જોખમી હોવાની વાત સામે આવી છે. નોંધનીય છે કે હાલ જ્યારે દેશનાં વિવિધ રાજ્યોમાં કોરોનાનાં નિયંત્રણો હળવાં કરી કોરોના પહેલાંની સામાન્ય સ્થિતિ તરફ વળવા તેજ ગતિથી પ્રયાસો શરૂ થયા છે.
 
ત્યારે કોરોનાનો આ નવો વૅરિયન્ટ સ્થિતિ સામાન્ય થવાની ઝડપ પર કોઈ અસર કરશે કે કેમ તે તો તેની ગંભીરતા અને ચેપ ફેલાવવાની અસરકારકતા પરથી જ નક્કી થશે. તેથી કોરોનાનો XE વૅરિયન્ટ શું છે તે જાણવું વધુ અગત્યનું બની જાય છે.
 
શું છે XE વૅરિયન્ટ?
 
ખરેખર કોરોનાનો નવો વૅરિયન્ટ XE એ ઓમિક્રૉનનો પેટા-વૅરિયન્ટ જ છે. નોંધનીય છે કે ઓમિક્રૉન વૅરિયન્ટની ચેપ ફેલાવવાની અભૂતપૂર્વ ક્ષમતાના કારણે ગત શિયાળાની ઋતુમાં ભારતમાં કોરોના વાઇરસ મહામારીની ત્રીજી લહેર આવી હતી. હવે નવા XE વૅરિયન્ટને કારણે ચોથી લહેર આવશે તેવી શક્યતા કેટલાક નિષ્ણાતો વ્યક્ત કરી ચૂક્યા છે. નોંધનીય છે કે પાછલા અમુક સમયથી ભારતમાં દૈનિક ધોરણે કોરોનાના નવા કેસો ઓછી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે.
 
ઓમિક્રૉન વૅરિયન્ટના બે સબ-વૅરિયન્ટ, BA.1 અને BA.2 મુખ્યત્વે જોવા મળ્યા હતા. જે પૈકી BA. 2 એ BA.1 કરતાં વધુ ચેપી હતો. જોકે તે વધુ જોખમી નહોતો. તેની પ્રસારક્ષમતાના કારણે જ વિશ્વના કુલ કેસો પૈકી ઓમિક્રૉનના BA. 2 વૅરિયન્ટના લગભગ 94 ટકા કેસો જોવા મળ્યા હતા.
 
XE વૅરિયન્ટએ એ આ BA.1 અને BA.2નું પુન: સંયોજન છે. તેનો અર્થ એ થયો કે તે BA.1 અને BA.2 વૅરિયન્ટના મ્યુટેશન ધરાવે છે. તેનો પ્રથમ કેસ જાન્યુઆરી, 2022માં યુનાઇટેડ કિંગ્ડમમાં મળી આવ્યો હતો.
 
XE વૅરિયન્ટના લક્ષણો 
 
કોરોના વાયરસના નવા વેરિઅન્ટ XEના લક્ષણોનો એક રિપોર્ટ સામે આવ્યો છે. National Health serviceએ આ લક્ષણોનો ઉલ્લેખ કર્યો છે. જો તમને કોઈપણ લક્ષણ દેખાય છે તો તમે તરત જ ટેસ્ટ કરાવી લો. 
 
-બ્રેન ફોગ 
-માનસિક ભ્રમ 
- ગભરામણ થવી 
- તાવ આવવો 
-હાપોક્સિયા 
- ઉંઘમાં કે બેભાન અવસ્થામાં બોલવુ 
- હાર્ટ બીટ વધવી 
- સ્કીન પર રેશેઝ થવા કે રંગ બદલાવવો 
- વોકલ કોર્ડ ન્યુરોપેથી 
 
WHOના એક નિવેદન અનુસાર, "જ્યાં સુધી પ્રસારક્ષમતા અને રોગની લાક્ષણિકતાઓમાં નોંધપાત્ર તફાવત ન જોવા મળે ત્યા સુધી XE એ ઓમિક્રૉનનો જ ભાગ છે."
 
XE જેવા પુન: સંયોજનવાળા વૅરિયન્ટ પેદા થવા એ અસામાન્ય બાબત નથી. વાઇરસમાં જેનેટિક મ્યુટેશન થવું એક ખૂબ જ સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ આ પ્રકારના મ્યુટેશનથી વાઇરસના ચેપની પ્રસારક્ષમતા અને ગંભીરપણા પર નકારાત્મક અસર થઈ શકે છે. WHOએ પણ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમય પસાર થતાં નવા નવા પુન: સંયોજક વૅરિયન્ટોની પેદા થવાની શક્યતા વધુ છે.
 
-  ખાંસી કે છીંક આવે ત્યારે ટિસ્યૂ પર કે હાથરૂમાલ પર કરો. તે પણ ના હોય ત્યારે કોણી વાળીને તેની વચ્ચે કરો જેથી છાંટા આસપાસ ઊંડે નહીં.
-  ટિસ્યૂ તરત ફેંકી દો. તેની પાછળનો હેતુ વાઇરસ ધરાવતા છાંટા બીજા સુધી ના પહોંચે અને ચેપ ના લગાવે તેવો છે.
-  આ જ કારણસર એકબીજાથી 2 મિટરનું - બંને બાજુ હાથ ફેલાવીએ લગભગ તેટલું અંતર રાખવા માટેનું કહેવામાં આવે છે.
- બહાર નીકળો અને સંપર્કમાં આવો ત્યારે હાથ મેળવવાનું ટાળો એમ WHO કહે છે. જરાક નમીને કે નમસ્તે કહીને હાથ જોડીને અભિવાદન કરી શકાય.
-  WHOના જણાવ્યા અનુસાર આવાં લક્ષણો દેખાય ત્યારે ઘરમાં જ ભરાઈને રહેવું જોઈએ. માથાનો દુખાવો અને સામાન્ય શરદી જેવાં હળવાં લક્ષણો હોય ત્યારે પણ ઘરે જ રહેવું જોઈએ.
- યાદ રાખો 80% કેસમાં Covid-19 ચેપ હળવા પ્રકારનો હોય છે, પણ તમારે બીજા સાથે સંપર્કમાં ના આવવાની કાળજી ખાસ લેવી જોઈએ.
- તમને તાવ આવવા લાગે, ખાંસી આવે અને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે તો મેડિકલ સલાહ લેવી જોઈએ. શ્વાસનળીમાં ચેપના કારણે કે બીજી ગંભીર સ્થિતિને કારણે આવું થયું હોઈ શકે છે.
- દવાખાને જતા પહેલાં અગાઉ ફોન પર વાત કરી લો - અત્યારે બધી જ જગ્યાએ સારવાર માટેની મુશ્કેલીઓ છે ત્યારે યોગ્ય કઈ જગ્યાએ જવું તેની જાણકારી પહેલાં મેળવી લેવી જોઈએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર