પ્રદૂષણથી બચવા માટે ખૂબ ખાવ ગોળ... જાણો તેના વિશે..

શુક્રવાર, 23 નવેમ્બર 2018 (18:53 IST)
શિયાળાની ઋતુની શરૂઆત થતા જ પ્રદૂષણનો પ્રકોપ વધવા માંડે છે. જેને કારને અનેક લોકોને અસ્થમા, બ્રોન્કાઈટિસ, પલ્મોનરી ડિઝીઝ અને બાળકોમા નિમોનિયાનો ખતરો વધી જાય છે.  પ્રદૂષણથી છુટકારો મેળવવામાં ઘરમાં સામાન્ય રીતે મળતો ગોળ ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગોળ પ્રાકૃતિક રૂપથી શરીરમાંથી ટોક્સિન્સને બહાર કાઢે છે અને ગંદકીને સાફ કરે છે. ગોળ ભારતીય ખાનપાનનો ભાગ રહ્યો છે. ઘણા લોકો જમ્યા પછી ગોળ જરૂર ખાય છે કારણ કે આ પાચનમા6 મદદ કરે છે. સાથે જ શરીરનુ મેટાબોલિજ્મ ઠીક રાખે છે.  ગોળ અસ્થમાના રોગીઓ માટે લાભકારી છે કારણ કે તેમા એંટી-એલર્જીક ગુણ હોય છે. 
શ્વાસની તકલીફથી રાહત 
 
એક ચમચી માખણમાં થોડો ગોળ અને હળદર મિક્સ કરી લો અને દિવસમાં 3-4 વખત તેનુ સેવન કરો.  આ શરીરમાં રહેલા ઝેરીલા તત્વને બહાર કાઢશે અને તેને ટોક્સિન ફ્રી બનાવશે.  ગોળને સરસિયાના તેલમાં મિક્સ કરીને ખાવાથી શ્વાસ સાથે જોડાયેલ તકલીફથી આરામ મળે છે. 
 
ગોળમાં પોષક તત્વ 
 
સુક્રોજ 59.7% 
ગ્લુકોઝ 21.8%
ખનિજ તરલ - 26% 
જળ અંશ 8.86%
 
એનીમિયાના દર્દીઓને ગોળ ખાવાની સલાહ આપવામાં આવે છે. 
ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફોરસ, આયરન અને કૉપર પણ સારા પ્રમાણમાં મળે છે. ગોળ આયરનનુ મુખ્ય સ્ત્રોત છે અને એનિમિયાના દર્દીઓએ પણ તેનુ સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર