અત્યાર સુધી ફક્ત ઈંટરનેશનલ માર્કેટમાં એક્સપોર્ટ કરવામાં આવી રહેલ મેડ ઈન ઈંડિયા Bajaj Qute હવે ભારતીય રસ્તાઓ પર પણ દોડતી જોવા મળશે. સરકારે આ ચાર પૈડાવાળી ક્વાડ્રિસાઈકલ (એક પ્રકારની કાર)ને વ્યક્તિગત રૂપે વાપરવાની મંજુરી આપી દીધી છે. ટ્રાસપોર્ટ મિનિસ્ટ્રીએ ક્વાડ્રિસાઈક વિશે નોટિફિકેશન પણ આપી દીધી છે. આવો તમને નૈનોથી પણ નાની 'ક્યૂટ' કારની ડિટેલ્સ બતાવીએ..
- તેમા 216cc, સિંગલ સિલેંડર, વોટર કુલ્ડ પેટ્રોલ એંજિન આપવામાં આવ્યુ છે જે 13 Ps ની પાવર અને 18.9 Nm ટોર્ક જનરેટ કરે છે. ક્યૂટના એંજિનને મોટરસાઈકલ જેવા 5 સ્પીડ ગિયરબોક્સથી લૈસ કરવામાં આવ્યુ છે. તેમા સીએનજી અને એલપીજી ફ્યૂલના પણ ઓપ્શંસ મળશે.
ક્યૂટની લંબાઈ 2752 mm, પહોળાઈ 1312 mm અને ઊંચાઈ 1652 mm છે. તેનુ વીલબેસ 1925 mm આપવામાં આવ્યુ છે. તેનુ ટર્નિંગ રેડિયસ ફક્ત 3.5 મીટર છે. જેનુ કારણસર આ ગાડી ભીડભાડવાળા સ્થાન પર ખૂબ કામની સાબિત થઈ શકે છે.