સવારે ઉઠીને 35 મિનિટ પછી કરો આ 2 કામ, શરીરના દરેક સિસ્ટમને કરશે ડિટૉક્સ

શુક્રવાર, 5 એપ્રિલ 2024 (01:04 IST)
આપણું શરીર સતત ફેટ, બેડ લિપિડ્સ અને ખરાબ બ્લડ સર્કુલેશનમાંથી પસાર થાય છે.  ગંદકી શરીરના દરેક ભાગમાં જમા થવા લાગે છે અને ઘણા કાર્યોને અસર કરે છે. જેમ કે લિવરની કામગીરી, ક્યારેક કિડની, ક્યારેક આંતરડાની ગતિ અને ક્યારેક તમારા શરીરનું બ્લડ સર્કુલેશન,  ટૂંકમાં આ બધા આખા શરીરની કામગીરીમાં અવરોધ ઉભો કરે છે અને આવી સ્થિતિમાં, બોડી ડિટોક્સની જરૂર પડે છે. તો આવો જાણીએ એવા બે ઉપાય જે જો સવારે ઉઠતાના 35 મિનિટની અંદર કરવામાં આવે તો તે ઝડપથી કામ કરશે અને શરીરને ડિટોક્સિફાય કરશે. આવો, ચાલો જાણીએ કેવી રીતે.
 
શરીરને ડિટોક્સ કરવાનાં ઉપાય 
 
1. ગરમ પાણીમાં મધ નાખીને પી લો 
 
સવારે ઉઠવાનાં 30 થી 35 મિનિટ પછી શરીર તેની સામાન્ય કામગીરીમાં પરત ફરે છે. આવી સ્થિતિમાં, તમારે તમારા શરીરને ડિટોક્સ કરવા માટે જે પણ કરવું હોય, તે આ સમય દરમિયાન કરી લો.  દાખલા તરીકે  સૌ પ્રથમ, ગરમ પાણીમાં થોડું મધ મિક્સ કરીને પી લો. મધ કરતાં વધુ સારું ડિટોક્સિફાયર કોઈ નથી. તેનું પાણી ગંદકીને બહાર કાઢે છે. આ રીતે, જ્યારે તમે મધ સાથે ગરમ પાણી પીવો છો, ત્યારે શરીરના તમામ ભાગોમાંથી ગંદકી બહાર નીકળી જાય છે. પછી તે પેટ હોય, ધમનીઓ હોય કે લીવર  હોય.
 
2.  લીમડાના પાન ચાવવા
લીમડો એન્ટીબેક્ટેરિયલ છે જે ત્વચાને અંદરથી સાફ કરવામાં મદદ કરી શકે છે. સાથે જ આ બ્લડ પ્યુરીફાયર તરીકે પણ કામ કરે છે અને લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે. જ્યારે તમે સવારે ખાલી પેટ લીમડાના પાન ચાવો છો તો  શરીરમાંથી ગંદકી સાફ થવામાં મદદ મળે છે. તે લોહીને શુદ્ધ કરવા ઉપરાંત શરીરના ઘણા ભાગોને સાફ કરવામાં પણ મદદરૂપ છે
 
તેથી, સવારે ઉઠ્યા પછી, તમારે આ બે ટિપ્સ ફોલો કરવી જોઈએ જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર