ડાયાબિટીસના દર્દીઓ માટે આ સંજીવની જડીબુટી સમાન, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

બુધવાર, 27 માર્ચ 2024 (00:13 IST)
આપણી બગડતી લાઈફસ્ટાઈલ અને ખાનપાને આપણા શરીરને પેશન્ટ બનાવી દીધુ છે. હાલના દિવસોમાં દેશ દુનિયામં મોટાભાગના લોકો લાઈફસ્ટાઈલ સાથે સંકળાયેલ બીમારીથી ગ્રસિત છે. આ બીમારીઓમાથી એક છે ડાયાબિટીઝ  એક રિસર્ચ મુજબ ભારતમાં યુવાનોમાં ડાયાબિટીસનું જોખમ 12 થી 18 ટકા વધી ગયું છે. આ આંકડા શહેરી વિસ્તારોમાં વધુ જોવા મળે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ અનુસાર વર્ષ 2030 સુધીમાં ડાયાબિટીસ દુનિયામા 7મો સૌથી ખતરનાક રોગ બનવા જઈ રહ્યો છે. ડાયાબિટીસમાં ખાણી-પીણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે. ખાસ કરીને આપણે મીઠાઈ ખાવાનું ટાળવું જોઈએ. પણ શું તમે જાણો છો? આપણા આયુર્વેદમાં એવી ઘણી દવાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને અપનાવીને તમે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો. આજે અમે તમને એક આવી જ  જડીબુટ્ટી વિશે જણાવીશું જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
 
ગિલોય છે સંજીવની સમાન 
ગિલોય એક આયુર્વેદિક ઔષધિ છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરવાની સાથે સાથે  અનેક પ્રકારની બીમારીઓમાંથી પીછો છોડાવવા મા કારગર છે.  ઉલ્લેખનીય છે કે  આયુર્વેદમાં, ગિલોયને 'મધુનાશિની' તરીકે ઓળખવામાં આવે છે જેનો અર્થ થાય છે 'ખાંડનો નાશ કરનાર'. તે ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે જે બદલામાં શુગર કંટ્રોલ કરવામાં ખૂબ અસરકારક છે. ગિલોય ડાયાબિટીસ તેમજ અલ્સર અને કિડનીની સમસ્યામાં ખૂબ જ અસરકારક છે. આયુર્વેદ અનુસાર ગિલોયનો ઉકાળો, પાવડર અથવા જ્યુસનું સેવન બ્લડ સુગર ઘટાડવા માટે કરી શકાય છે.
 
ડાયાબિટિસના દર્દી આ રીત કરે ગિલોયનુ સેવન 
 
- ડાયાબિટીસના દર્દી રોજ સવારે ખાલી પેટ ગિલોયનુ જ્યુસ પી શકે છે. સૌથી પહેલા તમે ગિલોયને 4-5 પાન અને તેનુ થોડી ડાળખી લઈને તેનુ જ્યુસ બનાવો. તમે ચાહો તો આ જ્યુસન એ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમા ખીરાકાકડી, ટામેટા પણ નાખી શકો છો.  
 
- ગિલોયનો ઉકાળો બ્લડ સુગરના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. ગિલોયની દાંડી લો, તેને સારી રીતે ધોઈ લો અને ગરમ પાણીમાં ઉકાળો. જ્યારે અડધું પાણી રહી જાય તો ગેસ બંધ કરી દો અને ઠંડુ થવા દો અને પછી તેનું સેવન કરો.
- ગિલોયના દાંડીના રસ અને બેલના એક પાન સાથે થોડી હળદર ભેળવીને દરરોજ એક ચમચી જ્યુસ પીવો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર