નૂડલ્સ ખાવાના નુકશાન - Side effects of eating noodles

શુક્રવાર, 30 જૂન 2023 (11:51 IST)
noodles tips
આજકાલની લાઈફસ્ટાઈલમાં બાળકો હોય કે મોટેરાઓ બધાને નૂડલ્સ (Noodles) ખાવી પસંદ હોય છે.  કારણ કે નૂડલ્સ સહેલાઈથી અને જલ્દી બનનારી ડિશ છે, તેથી ભૂખ લાગતા જ લોકો નૂડલ્સ બનાવીને ખાઈ લે છે. પણ શુ તમે એ જાણો છો કે ઈસ્ટેટ બનનારા નૂડલ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ નુકશાનદાયક સાબિત થાય છે.  કારણ કે નૂડલ્સ મેદામાંથી બને છે. જે આંતરડામાં જઈને ચોટી જાય છે.  જેનાથી પેટ અને લિવર સંબંધી અનેક બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.  જેનાથી પેટ અને લિવર સંબંધી અનેક બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ નુડલ્સ ખાવાના શુ શુ નુકશાન થાય છે. 
 
 નુડલ્સ ખાવાના નુકશાન (Noodles Khava na Nuksan In gujarati)
 
પાચનતંત્ર થાય છે નબળુ 
 
નૂડલ્સને પચાવવા માટે પાચનતંત્ર (Digestion) ને ખૂબ મહેનત કરવી પડે છે. કારણ કે નૂડલ્સ 2 થી 3 કલાક સુધી પચતી નથી. તેથી જો તમે વધુ પ્રમાણમાં નૂડલ્સનુ સેવન કરો છો તો તેનાથી તમારુ પાચન તંત્ર કમજોર થઈ જાય છે.  
 
જાડાપણાનો થઈ શકો છો શિકાર 
 
નૂડસ્લનુ વધુ પ્રમાણમાં સેવન કરવાથી તમે જાડાપણા(Digestion) નો ભોગ થઈ શકો છો. કારણ કે નૂડલ્સમાં વધુ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે. સાથે જ નૂડલ્સમાં ટ્રાન્સ ફૈટ અને સૈચુરેટેડ ફેટ્સ પણ રહેલા છે. જે વજનને વધારે છે. 
 
ગર્ભપાતનો ખતરો વધે છે 
 
ગર્ભવતી મહિલાઓએ નૂડલ્સનુ સેવન ન કરવુ જોઈએ. કારણ કે ગર્ભવતી મહિલાઓ નૂડલ્સનુ સેવન કરે છે તો તેમને ગર્ભપાતનો ખતરો વધી જાય છે. 
 
કોલેસ્ટ્રોલ વધી શકે છે 
 
નૂડલ્સમાં ટ્રાંસ ફૈટની સાથે સાથે સૈચુરેટેડ ફેટ્સ પણ જોવા મળે છે. તેથી જો તમે નૂડલ્સનુ સેવન કરો છો તો તેનાથી હાર્ટની બીમારીનો ખતર વધે છે. સાથે જ ખરાબ કોલેસ્ટ્રોલ  (Cholesterol)નુ સ્તર પણ ઝડપથી વધે છે. 
 
શુગલ લેવલ વધી શકે છે
 
નૂડલ્સનુ વધુ માત્રામાં સેવન કરવાથી શુગરનુ સ્તર (Sugar Level)વધી શકે છે. કારણ કે નૂડલ્સમાં કાર્બોહાઈડ્રેટની વધુ માત્રા જોવા મળે છે.  
 
હાઈ બ્લડ પ્રેશરની થઈ શકે છે ફરિયાદ 
 
નૂડલ્સનુ સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર(High Blood Pressure)ની ફરિયાદ પણ રહી શકે છે. કારણ કે નૂડલ્સમાં સોડિયમની પ્રચુર માત્રા જોવા મળે છે. બીજી બાજુ જો કોઈને હાઈ બ્લડની ફરિયાદ છે તો તેણે ભૂલથી પણ નૂડલ્સનુ સેવન ન કરવુ જોઈએ.  
 
અસ્વીકરણ - સલાહ સહિત આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. આ કોઈપણ રીતે યોગ્ય ચિકિત્સા રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા કોઈ વિશેષજ્ઞ કે તમારા ચિકિત્સક પાસેથી પરામર્શ કરો. વેબદુનિયા ગુજરાતી આ માહિતી માટે જવાબદારીનો દાવો કરતુ નથી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર