Next BJP president - બ્રાહ્મણ જ બનશે ભાજપનો આગામી પ્રમુખ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીએ ગણતરી બદલી નાખી છે... ત્રણમાંથી કોણ આગળ છે?

બુધવાર, 17 સપ્ટેમ્બર 2025 (14:05 IST)
શ્રાદ્ધ કે પિતૃ પક્ષ પછી ભાજપ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકે છે. બિહાર વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થાય તે પહેલાં નવરાત્રિ દરમિયાન આ નિર્ણય અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી શક્યતા છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીએ આ પદ માટે ભાજપની આંતરિક ગણતરીઓ બદલી નાખી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન બંને ઓબીસી હોવાથી, પાર્ટી એક બ્રાહ્મણને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જાળવી રાખવા માંગે છે. રામનાથ કોવિંદ દલિત સમુદાયના છે અને રાષ્ટ્રપતિ પદ સંભાળી ચૂક્યા છે, અને વર્તમાન રાષ્ટ્રપતિ એક મહિલા અને આદિવાસી બંને છે, તેથી અહેવાલો અનુસાર, આરએસએસ પણ એક બ્રાહ્મણ નેતાને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ઇચ્છે છે.
 
બ્રાહ્મણ  અધ્યક્ષ બને એવી શક્યતા
ભાજપ અને આરએસએસના ખૂબ જ નજીકના અને વિશ્વસનીય સ્ત્રોતે એનબીટી ઓનલાઈનને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ અંગે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી છે. તેમના મતે, ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના અચાનક રાજીનામા અને ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ તરીકે સીપી રાધાકૃષ્ણનની નિમણૂક બાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે જાતિ આધારિત ગણતરીઓ બદલાઈ ગઈ છે.

તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં, ભાજપના ટોચના નેતાઓ નવા પ્રમુખ અંગે ઓછામાં ઓછા બે વાર મળ્યા છે અને જે પ્રકાશમાં આવ્યું છે તેના પરથી એવું લાગે છે કે પાર્ટી હાલમાં કોઈ બ્રાહ્મણ નેતાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જોવા માંગે છે.

નડ્ડા પહેલી પસંદ
સૂત્રોનુ કહેવુ છે કે જે શક્યત બ્રાહ્મણ ચેહરાને આગામી બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકાય છે તેમા વર્તમાન અધ્યક્ષ જે પી નડ્ડાનુ નામ સૌથી ઉપર છે. તેમના મુજબ સંઘની પણ ઈચ્છા છે કે બ્રાહ્મણ નેતાને પણ હાલ આ મહત્વપૂર્ણ ઉત્તરદાયિત્વ સોંપવામાં આવે. આવામાં નડ્ડા પહેલી પસંદ હોઈ શકે છે.  જેમની  પીએમ મોદી અને અમિત શાહ સાથે લાંબા સમયથી સારી ટ્યુનિંગ બની છે. ભાજપા સૂત્ર મુજબ પાર્ટીના સંવિધાન મુજબ કોઈપણ વ્યક્તિ વધુમાં વધુ બે કાર્યકાળ સુધી પાર્ટી અધ્યક્ષ બની શકે છે. પણ તકનેકી રૂપથી નડ્ડાનુ હાલ એક જ કાર્યકાળ થયુ છે. તેમણે પહેલા કાર્યકારી અધ્યક્ષના રૂપમાં કામ સાચવ્યુ હતુ અને પછી લગભગ દોઢ વર્ષથી તેમના કાર્યકાળને વિસ્તાર આપવામાં આવી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યુ કે એવી શક્યતા માનીને ચાલો કે નડ્ડા જ રાજીનામુ આપશે અને તેમને ફરીથી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવશે.  

દિનેશ શર્માનુ નામ પણ ચર્ચામા 
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ રાજ્યસભાના સાંસદ દિનેશ શર્મા જેવા બીજા બ્રાહ્મણ ઉમેદવાર પર દાવ લગાવી શકે છે. શર્મા ઉત્તર પ્રદેશના એક અગ્રણી બ્રાહ્મણ વ્યક્તિ છે અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમના રાજકીય મૂળ RSS સાથે જોડાયેલા છે, અને તેમણે ગુજરાત જેવા રાજ્યોમાં પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પાર્ટીના પ્રભારી મહાસચિવ તરીકે સેવા આપી છે. લખનૌના ભૂતપૂર્વ મેયર દિનેશ શર્માનો ઉલ્લેખ અગાઉ ભાજપના સંભવિત પ્રમુખ તરીકે કરવામાં આવ્યો છે.

આ રેસમાં ફડણવીસનુ નામ પણ સામેલ 
બીજેપી અને સંઘના સૂત્રે બીજેપીના આગામી શક્યત રાષ્ટ્રીય અધ્યક્ષના રૂપમા જે ત્રીજુ નામ બતાવ્યુ છે એ સૌથી વધુ ચોંકાવનારુ છે. આ છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની શાનદાર જીત અપાવઅનરા ફડણવીસનુ નામ ગયા વર્ષે જરૂર શક્યત પાર્ટી અધ્યક્ષના રૂપમાં લેવામાં આવી રહ્યુ હતુ. પણ સૂત્રોનુ કહેવુ છે કે રાજ્યમાં સ્થાનિક નિગમ ચૂંટણીના સમીકરણને ફુલપ્રુફ બનાવવા અને પાર્ટીની આગામી પેઢીના નેતૃત્વને નિખારવાના ઈરાદાથી ફડણવીસને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકાય છે.    તેમણે કહ્યું કે જો ફડણવીસનું નામ ફાઈનલ થાય તો પાર્ટીના મહાસચિવ અને બિહારના પ્રભારી વિનોદ તાવડે રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેમની જગ્યાએ આવી શકે છે. તાવડે ઓબીસી છે, અને તેમના દમ પર પાર્ટી ત્યા પોતાના જોડાણને વધુ મજબૂત બનાવી શકે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર