Pakistan vs United Arab Emirates: એશિયા કપના 10મા મેચમાં પાકિસ્તાન અને યુએઈ ટકરાવવાના છે, પરંતુ આ મેચ પહેલા એશિયન ક્રિકેટ કાઉન્સિલના એક પગલાથી હોબાળો મચી ગયો છે. વાસ્તવમાં, એસીસીએ પાકિસ્તાન (Pakistan)અને યુએઈ (UAE) વચ્ચેની મેચની ટ્વિટર પોસ્ટ ડિલીટ કરી દીધી છે, જેના પછી મેચ પર સંકટના વાદળો છવાઈ ગયા છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન ક્રિકેટ ટીમે આ મેચનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. પીસીબીએ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ સામે ફરિયાદ કરી હતી, જેના પર ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓને હાથ મિલાવવાથી રોકવાનો આરોપ હતો.
પાકિસ્તાન-યૂએઈની મેચ થઈ શકશે ?
એશિયન ક્રિકેટ કાઉન્સિલે મેચ પોસ્ટ ડિલીટ કરી દીધી છે, જેનાથી પાકિસ્તાનની ભાગીદારી અંગે અનિશ્ચિતતા વધુ વધી ગઈ છે. ટીમને હોટેલ છોડવામાં વધુ સમય થયો નથી, પરંતુ મેચ હજુ પણ અનિશ્ચિત છે. પાકિસ્તાને બુધવારે યોજાનારી તેની પ્રેસ કોન્ફરન્સ પણ રદ કરી, જેનાથી અનિશ્ચિતતામાં વધારો થયો. જોકે, પાકિસ્તાની ટીમે મંગળવારે ICC ક્રિકેટ એકેડેમીમાં ખૂબ પ્રેક્ટિસ કરી.
પીસીબીએ આઈસીસીને લખ્યો બીજો પત્ર
રિપોર્ટ્સનુ માનીએ તો પીસીબી અને આઈસીસી મેચ રેફરીનો મુદ્દો અત્યાર સુધી ઉકેલાયો નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ સંદર્ભમાં ICC ને બીજો પત્ર લખ્યો છે. પાકિસ્તાન બોર્ડ ઇચ્છે છે કે પાયક્રોફ્ટને તેમની મેચમાંથી દૂર કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે ભારત સામેની મેચ બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમની ભારે મજાક બની છે. ટીમ મેચ ખરાબ રીતે હારી ગઈ એટલું જ નહીં, ભારતીય ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો પણ ઇનકાર કર્યો હતો, જેના કારણે આ મુદ્દો મોટો બન્ય. ACC અને PCBના વડા મોહસીન નકવીએ સોશિયલ મીડિયા પર સીધા રેફરીને નિશાન બનાવ્યા. વધુમાં, તેમણે પાકિસ્તાની ટીમના ડિરેક્ટરને સસ્પેન્ડ કર્યા.