કુંવારપાઠું ના ફાયદા- એલોવેરાનો છોડ ઘરમાં સહેલાઈથી મુકી શકાય છે. એલોવેરાના છોડનો રંગ લીલો હોય છે. તેમાથી જે જેલ નીકળે છે તે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. એલોવેરા જૈલ, એલોવેરાનુ જ્યુસ આપણને જેટલુ અંદરથી હેલ્ધી રાખે છે. એટલુ જ બહારથી પણ આપણને કાયમ યુવાન રાખવામાં મદદ કરે છે. એલોવેરા ઔષધીય ગુણોનો ભંડાર છે. એલોવેરામાં અનેક પોષક તત્વ, વિટામિન અને મિનરલ્સ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી સિદ્ધ હોય છે. ગ્વારપાઠા મતલબ એલોવેરાના પ્રયોગથી આપણે જાડાપણા જેવી મુશ્કેલી પર પણ કાબૂ મેળવી શકીએ છીએ.