હેલ્થ ટિપ્સ - ઉનાળો શરૂ થતા પહેલા જ વધી ગયુ તાપમાન, સ્વસ્થ રહેવા માટે ડાયેટમાં શામેલ કરી લો આ 2 વસ્તુ

બુધવાર, 22 ફેબ્રુઆરી 2023 (16:17 IST)
જળવાયુ પરિવર્તનને કારણે ફેબ્રુઆરી મહિનામાં જ ઝડપથી વધી રહ્યો છે પારો. છેલ્લા 2 દિવસમાં તાપમાન 30 ડિગ્રીની આસપાસ   (India's early heat waves) રહ્યુ અને અનુમાન છે કે આવનારા દિવસોમાં આ 40 ડિગ્રી સુધી જઈ શકે છે.  આવી સ્થિતિમાં શરીર પર તેની વ્યાપક અસર થઈ શકે છે.  કારણ કે શિયાળામાં આપણે ઘણી ગરમ વસ્તુઓ ખાધી છે અને ગરમી જલ્દી આવી ગઈ તો શરીરને ઠંડા થવાની તક મળી નથી. આવામાં પેટની ગરમી વધી શકે છે.  સ્કિન સાથે જોડયેલે સમસ્યાઓ થઈ શકે છે અને એટલુ જ નહી હાથ પગમાં બળતરાની સમસ્યા પણ થઈ શકે છે.  આવી સ્થિતિમાં જરૂરી છે કે તમે ઝડપથી તમારા ડાયેટમાં ફેરફાર કરો અને આ 2 વસ્તુઓ લેવી શરૂ કરો. 
 
ગરમી પહેલા આ 2 વસ્તુઓને કરી લો ડાયેટમાં સામેલ  - Diet changes for temperature control
 
1. રોજ ખાવ ખીરુ 
ખીરુ ખાવાના ફાયદા  (kheera khava na fayda)વિશે તો તમે સાંભળ્યુ જ હશે.  પરંતુ, તમને જાણીને નવાઈ લાગશે કે ઉનાળા પહેલા કાકડી ખાવાથી શરીરના તાપમાનને સંતુલિત કરવામાં મદદ મળે છે. આ એક એવી પદ્ધતિ છે જે શરીરને હાઇડ્રેટ કરે છે અને શિયાળામાં ખાવામાં આવતી ગરમ વસ્તુઓની અસર ઘટાડે છે. જ્યારે તે શરીરને ઠંડક આપે છે, તો તે ગેસ અને એસિડિટીની સમસ્યાને રોકવામાં મદદરૂપ છે. આ સિવાય કાકડી ખાવાથી તમારા શરીરનું pH સંતુલિત રાખવામાં પણ મદદ મળે છે.
 
2. સવારે ખાલી પેટ સાકર (મિશ્રી)ન પાણી 
 સવારે ખાલી પેટ સાકરનુ પાણી પીવુ તમારા પેટને એકદમ ઠંડુ કરવામાં મદદરૂપ છે.  ઉલ્લેખનીય છે કે મિશ્રીનુ પાણી પીવાના ફાયદા અનેક છે. જેમાથી કે છે કે આ બોડી પીચનુ બેલેંસ કરવામાં મદદ કરે છે. બીજુ આ શરીરને ડિટૉક્સીફાઈ કરે છે અને પાચન ક્રિયાને ઝડપી કરવામાં મદદ કરે છે. સાથે જ જે લોકોને શરીરમાં બળતરા રહે છે તેમને માટે પણ લાભકારી છે. 
 
તો ગરમી વધે એ પહેલા જ આ બે વસ્તુઓને ડાયેટમાં કરી લો સામેલ. જેટલુ બની શકે તેટલુ પાણી પીતા રહો. જેથી તમારુ શરીર આપમેળે જ આ સ્થિતિ માટે સંપૂર્ણ રીતે તૈયારી કરી લે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર