ઔષધીય ગુણોથી ભરપૂર જાંબુ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તેમા શરીર માટે જરૂરી બધા તત્વ રહેલા હોય છે. જાંબુનુ સેવન કરવાથી અનેક હેલ્થ પ્રોબ્લમ્સ દૂર થાય છે. તેમા ભરપૂર માત્રામાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોવા મળે છે. લૂ લાગતા જાંબુનુ સેવન કરવુ ખૂબ લાભકારી હોય છે. તેનાથી કેંસરથી બચાવ અને મોઢાના ચાંદાથી રાહત મળે છે. આવો જાણીએ જાંબુનું સેવન આરોગ્ય માટે કેવી રીતે છે લાભકારી.
ઝાડા - ઝાડા થાય તો જાંબુને સંચળ સાથે ખાવ. તેનાથી ઝાડાથી જલ્દી રાહત મળશે.
દાંત માટે લાભકારી - જાંબુ દાંતને સ્વસ્થ બનાવવામાં પણ લાભકારી છે. રોજ જાંબુના પાવડરનુ મંજન કરવાથી દાંત અને મસૂઢા સાથે સંકળાયેલી સમસ્યા દૂર થાય છે