રામબાણ ઉપાય - જાંબુ ખાઈ લો અને તેના ઠળિયા સાચવીને મુકો કારણ કે....

બુધવાર, 20 જૂન 2018 (08:32 IST)
જાંબુ વરસાદમાં મળનારુ  ફળ છે. તેમાં થોડી ખટાશ હોય છે જેનાથી જીભ  તુરી  થઈ જાય છે. તેથી આ ઓછી માત્રામાં ખાવામાં આવે  છે. મોટા જાંબુ સ્વાદિષ્ટ, ભારે, રૂચિકર અને સંકુચિત કરતા હોય છે. જાંબુનો પલ્પ પાણીમાં મસળીને તેનુ  શરબત બનાવીને પીવાથી ઉલ્ટી, જાડા, બવાસીરમાં લાભ મળે  છે. તેના ઠળિયા મળ બાધનાર  અને મધુમેહ રોગ-નાશક હોય છે. 
 
* જાંબુના ઠળિયાનું ચૂરણ 1-2 ગ્રામ પાણીની સથે સવારે ફાંકવાથી મધુમેહ ઠીક થઈ જાય છે. 
* નવા જૂતા પહેરતા પગમાં ફોલ્લો કે ઈજા થઈ જાય તો તેના પર જાંબુના ઠળિયા ઘસવાથી ઠીક થઈ જાય છે. 
* તેના તાજા નરમ પાનને ગાયના  (250ગ્રામ) દૂધમાં વાટીબે દરરોજ પીવાથી લોહી બવાસીરમાં લાભ થાય  છે. 
* જાંબુના રસ, મધ, આંમળા કે ગુલાબના ફૂલના રસને સમાન માત્રામાં મિક્સ કરી એક -બે માસ સુધી દરરોજ સવારના સમયે લેવાથી  લોહીની ઉણપ અને શારીરિક નબળાઈ  દૂર થાય છે. યૌન અને સ્મરણ શક્તિ પણ વધી જાય છે. 
* જાંબુ અને કેરીનો રસ સમાન માત્રામાં મિક્સ કરી પીવાથી મધુમેહ દર્દીઓને લાભ થાય  છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર