આપણા ખોરાકમાં રોટલીનુ ખૂબ મહત્વનુ સ્થાન છે. સામાન્ય રીતે ઘરોમાં ભાતને બદલે રોટલી વધુ આરોગ્યદાયક માનવામાં આવે છે. જો આપણા ખાવાની થાળીમાં રોટલી ન હોય તો ભોજન અધુરુ લાગે છે. પણ શુ તમે જાણો છો કે આ રોટલી તમારે માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રોટલીને ફુલાવવાની સૌની જુદી જુદી રીત હોય છે. કેટલાક લોકો તેને તવા પર સેકે છે તો કેટલાક ગેસના તાપ પર ફુલાવે છે. તેસના તાપ પર સેકવાથી રોટલે તરત જ ફુલી જાય છે અને સમયની પણ બચત થાય છે. પણ ગેસ પર ડાયરેક્ટ રોટલી ફુલાવવાની આ ટેવ તમને ભારે પડી શકે છે. ઉલ્લેખનીય છે કે રોટલી ગેસના તાપના સંપર્કમાં આવતા જ આ તમારે માટે જીવલેણ બની જાય છે. આવુ કેમ ચાલો અમે તમને બતાવીએ છીએ.