Calcium superfoods - દૂધ જ નહી આ 5 સૂપરફુડથી પણ કમજોર હાડકા બની જશે મજબૂત, કેલ્શિયમનો મળશે ફુલ ડોઝ

બુધવાર, 5 એપ્રિલ 2023 (08:45 IST)
કેલ્શિયમ આપણા શરીરમાં હાડકાના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. તે હાડકાં તેમજ નખ સહિત તમારા દિલ, સ્નાયુઓ, દાંતને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, તમે આ સુપરફૂડ્સની મદદથી તમારા શરીરની શ્રેષ્ઠ કાળજી લઈ શકો છો.
 
કેલ્શિયમ અને દૂધને એક જ સિક્કાની બે બાજુ માનવામાં આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે દૂધ સિવાય પણ ઘણા એવા સુપરફૂડ છે જે કેલ્શિયમની ઉણપને પૂરી કરે છે.કેલ્શિયમ આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ મિનરલ છે. કેલ્શિયમ આપણા શરીરમાં હાડકાના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. તે હાડકાં તેમજ નખ સહિત આપણા હૃદય, સ્નાયુઓ, દાંતને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેની ઉણપથી આર્થરાઈટિસ (હાડકાં નબળા પડવા અને પાતળા થવા)ની શક્યતાઓ વધી જાય છે. તેની ઉણપથી સ્નાયુઓમાં દુખાવો થઈ શકે છે. બાળકોમાં કેલ્શિયમની ઉણપને કારણે તેમની ઊંચાઈ સંપૂર્ણ રીતે વધી શકતી નથી. જો શરીરમાં કેલ્શિયમ ઓછું હોય તો તેની અસર નખ પર પણ પડે છે અને નખ સૂકા દેખાવવા માંડે  છે.
 
કેલ્શિયમની ઉણપને પહોંચી વળવા માટે દૂધ એકમાત્ર વિકલ્પ નથી. આ સિવાય પણ ઘણા એવા ખોરાક છે, જે કેલ્શિયમની ઉણપને પૂરી કરે છે. તો આવો જાણીએ એવા  5 સુપર ફૂડ્સ વિશે, જે તમારી કેલ્શિયમની કમીને પૂરી કરશે.
 
લીલા શાકભાજીઃ પાલક જેવા લીલા શાકભાજીમાં કેલ્શિયમ વધુ માત્રામાં જોવા મળે છે. તેના સેવનથી કેલ્શિયમની કમીને દૂર કરી શકાય છે.
 
સોયાબીનઃ સોયાબીનને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. સોયાબીનમાં મળતા પોષક તત્વો હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે અને મગજનું સંતુલન પણ બરાબર રાખે છે.
 
દહીં : દહીંમાં કેલ્શિયમની સાથે પોટેશિયમ, ફોસ્ફરસ, વિટામિન B12 પણ હોય છે.
 
સીડ્સ : ચિયા સીડ્સ, તલ અને ખસખસ જેવા બીજમાં કેલ્શિયમ વધુ હોય છે. ચિયા સીડ્સમાં ઓમેગા 3 ફેટી એસિડ, પ્રોટીન પણ હોય છે. દરરોજ, એક ચમચી ખસખસ અથવા તલ ખાવાથી શરીરને જરૂરી કેલ્શિયમની 7 થી 10% માત્રા મળી રહે છે
 
બદામ: બદામમાં માત્ર મેગ્નેશિયમ, મેંગેનીઝ અને વિટામિન E જ નહી, પરંતુ તેમાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર