હાઈ બીપી સૌથી બેકાર બીમારી છે. પણ સ્વાસ્થ્ય એક્સપર્ટનુ કહેવુ છે કે દુર્ભાગ્યવશ એવા લોકોની સંખ્યા દેશ વિદેશમાં વધી રહી છે. જેમને હાઈબીપી છે. અને તેને નિયંત્રણમાં લાવવાનો સૌથી સરળ ઉપાય છે નિયમિત ખાન પાન જે યોગ્ય હોય. હાઈ બીપીમાં દિલ જે સ્પીડમાં લોહી છોડે છે તે વધી જાય છે. જો સમય પર આનો ઉપાય ન કરવામાં આવે તો તેનાથી અનેક બીમારીઓ જેવી કે કિડની સમસ્યા, ધમનીની સમસ્યા અને હાર્ટ એટેક પણ આવી શકે છે. કેટલાક લોકોને આ જેનેટિક હોઈ શકે છે. પણ મોટાભાગે વધુ સમય સુધી બેસી રહેનારાઓની જીવનશૈલી, તણાવ અને એક્સરસાઈઝની કમીથી શરૂ થાય છે. તમને તમારા સંબંધી અને મિત્રો પાસેથી અનેક સલાહ મળી જશે કે હાઈ બીપી માટે શુ સારુ હોય છે અને શુ ખરાબ.