ચક્રવાતી વાવાઝોડુ અસાની ની વધશે ગતિ, બંગાળ અને ઓડિશાના વિસ્તારોમાં એલર્ટ જાહેર

મંગળવાર, 10 મે 2022 (11:12 IST)
આ વર્ષનુ પહેલુ ચક્રવાતી વાવાઝોડુ અસાની (Cyclone Asani) મંગળવારેને પશ્ચિમ બંગાળ અને ઓડિશાના તટવર્તીય ક્ષેત્રોમાં પોતાની અસર બતાવવાનુ છે. મોસમ વિભાગ (IMD)ના મુજબ બંગાલ અને ઓડિશાના સમુદ્રા વિસ્તારોમાં 90થી 125 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી હવા ચાલશે. અનેક સ્થાન પર વરસાદ થવાની શક્યતા છે. તોફાનની અસર બિહાર, ઝારખંડ, છત્તીસગઢમાં રહેવાની છે. આવામાં આશંકા બતાવાય રહી છે કે 11થી 13 મે સુધી અહી વરસાદ પડશે. આ સાથે જ તેજ હવા પણ ચાલશે. મોસમ વિજ્ઞાન કેન્દ્ર ભુવનેશ્વરના મુજબ ચક્રવાતી તોફાન આસની છેલ્લા છ કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ દિશામાં 12 કિમી પ્રતિ કલાકની ગતિથી આગળ વધી રહ્યુ છે. અહી હાલ પુરીના નિકટ 590 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ અને ગોપાલપુર, ઓડિશાથી લગભગ 510 કિમી દક્ષિણ-પશ્ચિમમાં છે. 
 
આગામી 24 કલાકમાં અસાની પડશે કમજોર 
 
અસાની ચક્રવ્વાત 10 મેની રાત સુધી ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાનુ ચાલુ રાખશે. ત્યારબાદ આ ઉત્તર  પૂર્વ દિશામાં ઓડિશા તટ પરથી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીની તરફ પણ જશે. આગામી 24 કલાકમાં તેના કમજોર થવાની શકયતા કાયમ છે. 
 
પશ્ચિમ બંગાળ માટે અલર્ટ રજુ 
 
IMD કોલકાતાએ પશ્ચિમ બંગાળના હાવડા, કલકત્તા, હુગલી અને પશ્ચિમ મિદનાપુર જીલ્લામાં આંધી-તૂફાન સાથે હળવા વરસાદની શક્યતા બતાવી છે. આંધી-વાવાઝોડાથી બચવા માટે લોકોને સુરક્ષિત સ્થાન પર જવાની સલાહ આપવામાં આવી છે. 
 
ઓડિશાના 4 પોર્ટ ડેંજર જોનમાં 
 
ઓડિશા રિલીફ કમિશ્નર પીકે  જેના મુજબ રાજ્યના 4 પોર્ટ પારાદીપ, ગોપાલપુર, ઘમરા અને પુરીને ડેંજર જોનમાં મુકવામાં આવ્યા છે. આ વિસ્તારમાં NDRF અને ODARF ની પહેલાથી જ તૈનાતી કરવામાં આવી છે. સમુદ્રી વિસ્તારોમાં બધા માછીમારોને ચેતાવણી રજુ કરવામાં આવી છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર