Cyclone Jawad: 3 રાજ્યોમાં તબાહી મચાવી શકે છે ચક્રવાતી વાવાઝોડુ, NDRF ટીમો ગોઠવાઈ

શનિવાર, 4 ડિસેમ્બર 2021 (10:38 IST)
ચક્રવાતી વાવાઝોડુ જવાદ (Cyclone Jawad) શનિવારે ઉત્તર આંધ્રપ્રદેશ પહોંચવાની સંભાવના વચ્ચે, રાજ્ય સરકારે ત્રણ જિલ્લામાંથી 54,008 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. જ્યારે ઓડિશામાં ચક્રવાતને ધ્યાનમાં રાખીને, 19 જિલ્લાઓમાં શાળા અને સામૂહિક શિક્ષણ વિભાગ સાથે જોડાયેલ તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ આજે બંધ રહેશે. સંકટને ધ્યાનમાં રાખીને, નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF) ની 64 ટીમો આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા સહિત પૂર્વી રાજ્યોમાં તૈનાત કરવામાં આવી છે. આંધ્ર પ્રદેશ સરકારે રાજ્ય આપત્તિ રાહત દળની ટીમો પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત કરી છે.

 
રેસ્ક્યુ ટીમે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાંથી 15,755 લોકોને, વિજયનગરથી 1,700 અને વિશાખાપટ્ટનમમાંથી 36,553 લોકોને સુરક્ષિત સ્થળોએ પહોચાડ્યા છે. ઉપરાંત, સરકારે શાળાઓ અને કોમ્યુનિટી હોલમાં 197 રાહત શિબિરોની સ્થાપના કરી છે. નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF) ની 11 ટીમો ગોઠવવામાં આવી છે, જ્યારે રાજ્ય આપત્તિ રાહત દળ (SDRF) ની 5 ટીમો અને કોસ્ટ ગાર્ડની 6 ટીમો તૈનાત કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર