Cholesterol Control Tips : કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે 6 વાતો છે અસરદાર

સોમવાર, 18 જુલાઈ 2022 (16:17 IST)
Cholesterol Control Tips: જીવન જે રીતે તેજ ગતિ સાથે આગળ વધી રહ્યુ છે. ખુદને માટે સમય કાઢવો ખૂબ જ મુશ્કેલ થઈ ગયો છે. ભાગ દોડ ફરેલી આ લાઈફસ્ટાઈલ સાથે ખુદને ફિટ રાખવી એ એક મોટુ ચેલેંજ છે. આવામાં તમે કંઈ બીમારીના શિકાર થઈ જાવ એ કોઈ નથી જાણતુ.  પણ કેટલીક બીમારીઓને કંટ્રોલ કરી શકાય છે. આવી જ એક બીમારી છે કોલેસ્ટ્રોલ  (Cholesterol) ની. કોલેસ્ટ્રોલ એક ગંભીર સમસ્યા છે. 
 
જો શરીરમાં કોલેસ્ટ્રોલનુ લેવલ વધી જાય તો તમે અનેક પ્રકારની ગંભીર બીમારીના શિકાર થઈ શકો છો. હાઈ કોલેસ્ટ્રોલના કારણે સ્ટ્રોકનુ સંકટ પણ વધી જાય છે. કોલેસ્ટ્રોલનુ સૌથી મોટુ કારણ છે આપણુ ખાન-પાન. આ સમસ્યાને ઘટાડવા માટે સૌથી પહેલા આપણે આપણા આહારમાં મહત્વનો ફેરફાર કરવો પડશે. 
 
6 વાતોનુ રાખો ધ્યાન 
 
1. ગળી વસ્તુઓ ખાવાની ટાળો -  ગળી વસ્તુઓ ખાવા માટે દરેક ના જ પાડતુ હોય છે.  એડેડ શુગરવાળી વસ્તુઓથી શરીરનુ સારુ કોલેસ્ટ્રોલ ઓછુ થઈ જાય્છે. જેનુ પરિણામ એ થાય છે કે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે.  આવામાં જેટલુ બની શકે એટલુ ગળી વસ્તુઓથી દૂર રહો. 
 
2. ખોરાકમાં આ વસ્તુઓનો સમાવેશ કરો
 
કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે યોગ્ય આહાર લેવો ખૂબ જ જરૂરી છે. તેથી, તમારા આહારમાં શણના બીજ, જવ, સફરજન, કઠોળ અને ઓટ્સનો સમાવેશ કરો. આ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.
 
3. શાકભાજી ખાવાની આદત બનાવો 
 
ઋતુ પ્રમાણે લીલા શાકભાજીનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. ઋતુ પ્રમાણેના શાકભાજીમાં ભેળસેળની શક્યતાઓ પણ ઓછી રહે છે. તેથી તમારા આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો.
 
4. જાડાપણુ વધારનારી વસ્તુઓને કહો અલવિદા 
 
નૉનવેજ ખાનારા લોકો પ્રોટીનના ચક્કરમાં ખૂબ મીટ ખાય છે.  જો કે તેને વિટામિંસ અને મિનરસ્લનુ સારુ સોર્સ માનવામાં આવે છે.  પણ કેટલાક મીટમાં સૈચુરેટેડ ફૈટની માત્રા વધુ હોય છે. જેની સીધી અસર કોલેસ્ટ્રોલ પર પણ પડે છે. 
 
5. ફાઈબરથી ભરપૂર ખોરાક લો
 
તમારા આહારમાંથી સૈચુરેટેડ ફૈટવાળી વસ્તુઓને દૂર કરીને ફાઇબરથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. આવુ કરવાથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળશે.
 
6. હેલ્ધી ફૈટ જરૂર લો 
 
પ્રોટીનની સાથે સાથે શરીરને હેલ્ધી ફેટની પણ જરૂર હોય છે. પરંતુ ગુડ ફેડ અને બેડ ફેટવાળી વસ્તુઓની સમજદારીથી પસંદગી કરો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર