World Jaundice Day- જાણો કેમ થાય છે કમળો, જાણો તેનાથી બચવાના ઘરેલુ ઉપાય

શુક્રવાર, 28 જુલાઈ 2023 (09:02 IST)
કમળો એક એવો રોગ છે જે એક વિશેષ પ્રકારના વાયરસ અને કોઈ કારણથી શરીરમાં પિત્તની માત્રા વધી જવાથી થાય છે. તેમાં રોગીને પીળો પેશાબ થાય છે. તેના નખ ત્વચા અને આંખોનો સફેદ ભાગ પીળો હોય છે.  રોગી ખૂબ કમજોરી અનુભવે છે. આ ઉપરાંત તેને કબજિયાત, ઉબકા આવવા, માથાનો દુખાવો, ભૂખ ન લાગવી વગેરે પરેશાનીઓનો સામનો પણ કરવો પડે છે. તેથી આજે અમે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાયો લઈને આવે છે. જેને અપનાવીને કમળાના રોગથી રોગીને જલ્દી રાહત મળી શકે છે. 
 
1. ડુંગળી - કમળાના ઉપચાર માટે ડુંગળી ખૂબ ઉપયોગી છે. સૌ પહેલા ડુંગળીને ઝીણી વાટીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટમાં કાળા મરી,  સંચળ અને લીંબુનો રસ મિક્સ કરીને તેનુ સવાર સાંજ સેવન કરો. 
 
2. શેરડીનો રસ - કમળાના રોગીને રોજ શેરડીનો રસ પીવડાવવો જોઈએ તેનાથી કમળામાં જલ્દી રાહત મળે છે. 
 
3. ગાજર અને કોબીજનો રસ - ગાજર અને કોબીજના રસને બરાબર પ્રમાણમાં મિક્સ કરી અને થોડા સુધી રોજ તેનુ સેવન કરો. આવુ કરવાથી કમળાના રોગમાં જલ્દી આરામ મળે છે. 
 
4. ચણાની દાળ - રાત્રે ચણાની દાળને પાણીમાં પલાળી દો સવારે તેમાથી પાણી કાઢી લો અને તેમા ગોળ ભેળવીને ખાવ. આ નુસ્ખો ખૂબ અસરદાર છે. 
 
5. લીંબૂ પાણી - લીંબૂ પાણી પણ ખૂબ લાભકારી સાબિત થાય છે. રોજ એક કે બે ગ્લાસ લીંબૂ પાણીનું સેવન કરો. 
 
6. કમળો થાય ત્યારે જાંબુનો 10-15 ગ્રામ રસમાં 2 ચમચી મઘ મિક્સ કરી સેવન કરો. 
 
7. 5 ગ્રામ મહેંદીના પાનને રાત્રે માટીના વાસણમાં પલાળી દો. સવારે તેને મસળીને ગાળીને રોગીને પીવડાવી દો. એક અઠવાડિયા સુધી આનુ સેવન કરવાથી કમળાના રોગમાં ફાયદો થાય છે. 
 
8. મૂળાના તાજા પાનને પાણેની સાથે વાટીને ઉકાળી લો. દૂધની જેમ ફેશ ઉપર આવી જશે. આને ગાળીને દિવસમાં 3 વાર પીવાથી કમળાનો રોગ મટે છે. 
 
9. લીંબૂનો રસ આંખોમાં લગાવવાથી કમળાના રોગમાં રાહત મળે છે. 
 
10. પીપળાના 3-4 નવા પાનને પાણીમાં સાફ કરી ખાંડની સાથે ઘૂંટી લો. તેને ઝીણા વાટીને 250 ગ્રામ પાણીમાં મિક્સ કરી ગાળી લો. આ શરબત રોગીને 2-2 વાર પીવડાવો. આનો પ્રયોગ 3-5 દિવસ સુધી કરો. કમળાના રોગમાં આ રામબાણ ઔષધિ છે. 
 
11. તમાલપત્ર નિયમિત રૂપે ચાવવાથી કમળાનો રોગની તીવ્રતા ઘટે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર