કપૂરનો ઉપયોગ ખાસ કરીને હવન પૂજન અને ઘણા બ્યૂટી ઉત્પાદોમાં સુગંધ અને ઠંડાઈ માટે કરાય છે. તે સિવાય કપૂર અને તેના તેલના કેટલાક ચમત્કારિક લાભ પણ છે જે કમાલના છે જાણવા માટે આ જરૂર
વાંચો કપૂરના આરોગ્ય લાભ
* જ્યારે શ્વાસ લેવામાં તકલીફ હોય ત્યારે કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે, તે શ્વાસની સમસ્યાથી રાહત આપે છે.
* કપૂરનો ઉપયોગ ત્વચાની સમસ્યાઓમાં અસરકારક છે. ચેહરા પર થતા પિમ્પલ્સ કે અન્ય કોઈ ત્વચા સંબંધિત સમસ્યા થતા થોડું કપૂર, નાળિયેર તેલ મિક્સ કરીને ચેહરા પર મસાજ કરવા અસરકારક છે.
* શરીરના કોઈ ભાગ પર થતી સ્ક્રેચીશ, ઈજા કે પછી બળેલા પર કપૂર લગાવવાથી બળતરા ઓછુ થાય છે. કપૂરને પાણીમાં મિક્સ કરી ઈજાના બળતરા ઓછા થશે અને ઠંડક મળશે.
* તનાવ થતા પર માથા પર કપૂના તેલની માલિશ કરવાથી ફાયદો થશે. તેનાથી માનસિક રાહત મળશે અને તનાવ ધીમે-ધીમે ઓછું થાય છે. માથાના દુખાવામાં આ ઉપાય કારગર છે.
* વાળ ખરવા પર નાળિયેર તેલમાં કપૂર તેલ મિક્સ કરી લગાવવાથી વાળ ખરવાનો ઓછુ થઈ જાય છે. માથામાં ખોડો થતા પર કપૂરનો તેલ લગાવવાથી ફાયદો થાય છે.
* કપૂર તેલની માલિશ કરવાથી સાંધાના દુખાવા અથવા શારીરિક સમસ્યામાં રાહત મળે છે. તે નિયોપ્લેસિયાવાળા દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તે સ્નાયુઓમાં દુખાવો દૂર કરવામાં ઉત્તમ છે
* સુગંધિત કપૂર શરદી અને ફેફસાના રોગોમાં ફાયદાકારક છે. કપૂરનો ઉપયોગ વિક્સ, બામ જેવા ઘણા ઉત્પાદનો બનાવવામાં પ્રયોગ કરાય છે.