મિનિટોમાં ગાયબ થશે સાંધાનો દુ:ખાવો, આ છે રામબાણ ઈલાજ
શનિવાર, 23 માર્ચ 2024 (00:03 IST)
શિયાળામાં સાંધાન દુખાવાની સમસ્યા સામાન્ય રીતે બધે જ સાંભળવા મળે છે. ખાસ કરીને વધતી વયના લોકોમાં આ પરેશાની વધુ સાંભળવા મળે છે. સાંધાનો દુખાવો શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે. આ દુખાવો ઘૂંટણ, કોણી, ગરદન, બાજુ અને નિતંબ પર હોઈ શકે છે. લાંબા સમય સુધી કોઈ એક સ્થાન પર જ બેસ્યા રહેવાથી, મુસાફરી કરવાથી ઘૂંટણ અકડાય જાય છે અને દુખાવો થવા માંડે છે. આને જ સાંધાનો દુખાવો કહે છે. જો યોગ્ય સમય પર તેની સારવાર ન કરી તો આ ગઠિયાનુ રૂપ લઈ શકે છે. સાંધાના દુખાવુ કારણ ખોટુ ખાનપાન પણ છે. હાડકામાં મિનરસ્લની કમી અને વધતી વય પણ તેનુ એક કારણ હોઈ શકે છે.
સાંધાનો દુખાવો થવાના લક્ષણ
- ઉભા થવા, ચાલવા અને હલતા ડુલતા સમયે થતો દુખાવો
- સોજા અને અકડન
-ચાલતી વખતે ઘૂંટણ પર અટકન લાગવી
- સવારના સમયે સાંધામાં અકડન થવી
દુ:ખાવાનો આયુર્વૈદિક ઈલાજ
સાંધાના દુખાવાને ઠીક કરવા માટે તમને ઘણા બધા મસાજર, તેલ વગેરે માર્કેટમાં મળી જશે. પણ પૈસાની ખૂબ બરબાદી કર્યા પછી પણ સાંધાનો દુખાવો દૂર નથી થતો. આને બદલે તમે કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવશો તો આ દુખાવાથી તમને જલ્દી રાહત મળશે.