રસોડામાં રહેલું જીરું
એક એવો મસાલો છે જે દાળઅને શાકનો સ્વાદ વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે જીરું માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતું પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી તમે વજનને કંટ્રોલ કરી શકો છો. પરંતુ આ સાથે જ પેટની તમામ સમસ્યાઓ જેવી કે કબજિયાત, ગેસ, અપચો માટે પણ જીરું ખૂબ જ અસરકારક છે. ઉલ્લેખનીય છે કે જીરું એક એન્ટીઑકિસડન્ટ મસાલા છે જે શરીરમાં બળતરા ઘટાડવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી પાચન પ્રક્રિયા પણ પરફેક્ટ રહે છે. તો ચાલો જાણીએ જીરાના ફાયદા અને તેનું સેવન કેવી રીતે કરવું.
પોષક તત્વોથી ભરપૂર હોય છે જીરું
જીરામાં આયર્ન, કોપર, કેલ્શિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, ઝીંક, ફાઈબર, વિટામિન-એ, વિટામિન-સી, કોપર, એન્ટીઑકિસડન્ટ અને એન્ટીઈફ્લેમેંટરી ગુણો મળી આવે છે જે તમારા શરીરને સોજાથી બચાવે છે અને તમારી પાચનક્રિયાને સુધારે છે. જીરાના પાણીનું સેવન શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે.
જીરાનો ઉપયોગ કેવી રીતે કરવો?
પેટના દુખાવામાં અસરકારકઃ જ્યારે તમને પેટમાં દુખાવાની સમસ્યા હોય તો ગરમ પાણીમાં જીરાનો પાવડર મિક્સ કરો અથવા શેકેલા જીરાનું સેવન કરો. પેટના દુખાવા માટે જીરાનું આવુ સેવન ખૂબ જ ફાયદાકારક છે.
અપચામાં લાભકારી : જ્યારે તમે તેલ અને મસાલાવાળો ખોરાક ખાઓ છો અને પછી જ્યારે તે ખોરાક પચતો નથી તો તે અપચાનું કારણ બને છે. આવી સ્થિતિમાં, અપચાની સમસ્યામાં જીરું ખૂબ જ ફાયદાકારક છે. આવા સમયે ગરમ પાણીમાં જીરાનો પાઉડર ભેળવીને પીવો અથવા શેકેલા જીરાનું સેવન કરવું. તેનાથી અપચોની સમસ્યામાં ઝડપથી રાહત મળે છે. આમ કરવાથી તમારો ખોરાક પણ ઝડપથી પચી જાય છે. તેનાથી અપચાની સમસ્યામાં રાહત મળશે.
કબજિયાતને દૂર કરે છે જીરું : જીરામાં રહેલ ઉચ્ચ ફાઇબર જૂનામાં જૂની કબજિયાત મટાડે છે. તેથી કબજિયાતના દર્દીઓએ જીરાના પાવડરનું સેવન અવશ્ય કરવું જોઈએ. અથવા તેના બદલે એક ચમચી જીરું લો અને તેને એક ગ્લાસ પાણીમાં ઉકાળો .હવે આ પાણીને ગાળીને ખાલી પેટે પી લો. આમ કરવાથી તમને કબજિયાતથી રાહત મળશે. જીરુંમાં રહેલા એન્જાઈમ પાચન સ્વાસ્થ્યને સુધારે છે.
પેટ ફૂલવાની સમસ્યામાં ફાયદાકારકઃ જો તમને વારંવાર પેટ ફૂલવાની સમસ્યા રહેતી હોય તો તમારે તમારા આહારમાં હંમેશા જીરાનું સેવન કરવું જોઈએ. હકીકતમાં લોકો ઘણીવાર ખોરાક ખાધા પછી આનો શિકાર બને છે. આવી સ્થિતિમાં, આ સમસ્યાને દૂર કરવા માટે, જીરા પાવડરમાં છાશ ભેળવીને પીવો. તેનાથી તમને પેટ ફૂલવાની સમસ્યામાંથી ઘણી રાહત મળશે.