એસિડીટીના કારણે પેટમાં ઘણી વાત અસહનીય બળતરા થાય છે . મોડે સુધી ભૂખૂ રહેવું , ફાસ્ટ ફૂડ ખાવું , અનિયમિત દિનચર્યા એસિડીટીના કેટલાય મુખ્ય કારણ છે. જો તમે પણ એસિડીટીથી પરેશાન છો તો અજમાવો અહીં જણાવેલા ઘરેલૂ ઉપાય .....
webdunia gujarati ના સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો
1. ભોજન પછી થોડોક ગોળ ખાઈ લેવાથી એસિડીટીમાં તરત જ રાહત મળે છે.
2. સવારે ખાલી પેટ બે ગ્લાસ હૂંફાળુ પાણી પીવાથી એસીડીટીમાં રાહત મળે છે.
3. ભોજન પછી લવિંગ ચૂસવાથી પણ એસીડીટીમાં રાહત મળે છે.
4. સવારે ખાલી પેટ તુલસીના પાન ખાવાથી એસિડીટીની સમસ્યા જડથી ખતમ થઈ જાય છે.
5. ભોજન પછી અડધી ચમચી વરિયાળી ખાઈ લેવાથી એસીડીટીમાં રાહત મળી જાય છે.
6. મૂળામાં થોડુ લીંબૂ અને મીઠું નાખીને ખાવાથી એસિડીટીમાં રાહત મળે છે.
7. મોટી દ્રાક્ષ(raisins)ને દૂધમાં ઉકાળીને એ દૂધ ઠંડુ કરીને પીવાથી એસીડીટીમાં રાહત મળે છે.