મિશન મમ્મી નામની ફિલ્મ અત્યાર સુઘી રિલીઝ થયેલી તમામ ફિલ્મોમાં સૌથી શ્રેષ્ઠ ફિલ્મ હોવાનું દર્શકોમાં ચર્ચાઈ રહ્યું છે. તે ઉપરાંત ફિલ્મ નિષ્ણાંતો પણ આ ફિલ્મને વખાણી રહ્યાં છે. ધીરુબહેન પટેલની વાર્તા પરથી બનાવવામાં આવેલી આ ફિલ્મ મુળ એક નાટક છે અને તેનો પ્લોટ જોઈએ તો એક સૌથી પ્રચલિત ગુજરાતી નાટક મમ્મી તુ આવી કેવી પરથી લેવામા આવ્યો હોવાનું ફિલ્મ નિષ્ણાંતો દ્વારા ચર્ચાઈ રહ્યું છે. આજના યુગમાં અંગ્રેજી ભાષા વ્યવહારૂ ગણાય છે જેથી લોકોમાં અંગ્રેજી શીખવાનો અને પોતાના બાળકોને અંગ્રેજી શીખવવાનો ક્રેજ ચાલી રહ્યો છે.
આ ક્રેજના કારણે આપણા બાળકો સરખી રીતે ગુજરાતી પણ બોલી શકતા નથી. શાહબુદ્દિન રાઠોડ જેવા હાસ્ય કલાકાર આ ફિલ્મમાં દાદાનો રોલ કર્યો છે. તેઓ પોતાના દિકરાના બાળકોને વાર્તાઓ સંભળાવે છે. તે ઉપરાંત ગુજરાતી તખતાની સૌથી લોકપ્રિય અભિનેત્રી આરતી પટેલ પણ આ ફિલ્મમાં મમ્મીનો રોલ કર્યો છે. આરતીબેન એટલે કે અપર્ણા આમતો એક મોર્ડન મમ્મી જ છે તેઓ પોતાના બાળકોને ગુજરાતી પણાના સંસ્કાર આપવા માંગે છે. પોતાના હાથથી તૈયાર કરેલો નાસ્તો અને બાળકોનું તમામ કામ જાતે કરે છે. તેમણે પોતાના બાળકો માટે જોબ પણ છોડી દીધી છે.
આખરે બાળકોની માંગણીને લઈને અપર્ણા અને તેમના પતિ સંતોષવાની મનાઈ ફરવાવે છે. તેઓ એવું માને છે કે બાળકો વધારે જિદ્દી થઈ ગયા છે એટલે થોડાક કડકાઈથી તેમની સાથે વર્તવું પડશે. પરંતું બાળકો પોતાની શાળામાં અન્ય માતાપિતાને જોઈને પોતાની માતાને મોર્ડન બનાવવા માંગે છે. આખરે અપર્ણા એક દિવસ ભૂખ હડતાળ પર ઉતરેલા બાળકોની માંગણી પુરી કરવા માટે મુંબઈ જાય છે અને ત્યાં તે પોતાના સંગીતનો રિયાઝ શરૂ કરી દે છે. તેમના બાળકોથી અલગ થવાનો અફસોસ સતત તેમને સતાવતો હોય છે. જ્યારે બાળકો પણ પોતાની મમ્મીને મોર્ડન લુકમાં જોવા માટે તત્પર હોય છે. આખરે મમ્મી મોર્ડન થાય છે અને બાળકો તેની મોર્ડનીટીથી પ્રભાવિત થાય છે. ટુંક સમયમાં તેમને પોતાની જુની મમ્મીની યાદો સતાવે છે.
બસ અહીંથી શરૂ થાય છે ફિલ્મની ક્લાઈમેક્સ, બાળકો ગુજરાતી શીખવા માટે એક શિક્ષક સાથે શિક્ષણ લેતા હોય છે. ત્યારે મમ્મીને મોર્ડન બનાવવાની સાથે પોતાની માતૃભાષાને પણ સાચવવાની જવાબદારી તેઓ ઉપાડી લે છે. પછી શું થાય છે એ તો ફિલ્મ જોયા પછી જ ખબર પડે